આચાર્ય ચાણક્યનો જન્મ આજથી અંદાજે 2400 વર્ષ પહેલાં થયો હતો. ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યા હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણકના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે.
તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે. જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.તેમણે ચાણક્ય નીતિ ગ્રંથમાં પોતાના જીવનના અનુભવોનો ઉલ્લેખ કરી 17 અધ્યાય લખ્યાં છે. તેમાં ચાણક્યના જીવનના પ્રત્યેક પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચાણક્ય નીતિ પ્રમાણે આ 7 વાતો બદલી નાખશે તમારું જીવન
દાન કરવાથી દરિદ્રતા, ગરીબાઈનો નાશ થાય છે. ઉત્તમ તીવ્ર બુદ્ધિથી અજ્ઞાનતા દૂર થઇ જાય છે.
આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.
ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે, ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે. કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે.
સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.
ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.
જે જગ્યાએ ઝઘડો થતો હોય તે સ્થળે કદાપી ઉભા ન રહેવું. ઘણીવાર આવા ઝઘડા – લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે.
જયારે પણ માનવીનું પેટ ખરાબ થાય છે, તેમાં દર્દ થાય છે તો તેણે દવાના રૂપમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. આનાથી તેના પેટનો રોગ મટી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.