હવે વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર ભારતમાં નહિ પણ અમેરિકાના આ શહેરમાં બન્યું- જુઓ વિડીયો

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફરવા માટે ઘણી બધી ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે. વિદેશોમાં બનાવવામાં આવેલ કેટલાંક મંદિરો સુંદર હોવાંની સાથે-સાથે ઘણાં મોટાં પણ છે. અને તેમનું એક એટલે, અમેરિકાનાં ન્યૂજર્સીનાં રોબિન્સવિલે માં બનેલ અક્ષરધામ મંદિર.

પ્રમુખ સ્વામી મહારાજની દેખરેખ હેઠળ 2010 માં શરૂ થયેલ, ન્યુ જર્સીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવું એ આશ્ચર્યજનક વાર્તા છે. અમેરિકાનાં ન્યૂજર્સીનાં રોબિન્સવિલે માં બનેલ અક્ષરધામ મંદિર 162 એકરમાં ફેલાયેલ છે. જેનાં લીધે આ મંદિરને દુનિયાનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરને બનાવવા માટે ભારતમાંથી લગભગ 13,199 પથ્થર ત્યાં મોકલવામાં આવ્યાં હતાં. આ મંદિર વિશાળ હોવાંની સાથે દુનિયાનું સૌથી સુંદર મંદિર પણ માનવામાં આવે છે. 134 ફૂટ લાંબા અને 87 ફૂટ ફેલાયેલ આ મંદિરમાં 108 થાંભલા અને 3 ગર્ભગ્રહ બનાવવામાં આવેલ છે. શિલ્પશાસ્ત્ર અનુસાર, આ મંદિરનાં નિર્માણ માટે 68 હજાર ક્યૂવિક ફીટ ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ મંદિરનાં નક્શીકામ માટે ભારતનાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતાં જેથી આ મંદિરમાં ભારતીય ઝલક જોવા મળે.

મંદિરની વિશેષતાઓ

66 જટિલ રીતે કોતરવામાં આવેલા મોર શૈલીના કમાનો

144 કોતરવામાં આવેલી પવિત્ર આકૃતિઓ

વિવિધ સંગીતનાં સાધનો અને ફૂલોવાળા 91 હાથીઓ

58 સુશોભન છત ડિઝાઇન

98 સ્તંભો (કોતરેલા સ્તંભો)

2 મોટા અને 8 નાના ઘુમ્મત

મંદિર વાસ્તુશાસ્ત્ર અને પંચતંત્ર શાસ્ત્રને આધારે બનાવાયું છે.

47 લાખ કલાકોમાં આ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે.

162 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું છે આ મંદિર

મંદિરમાં 4 માળ છે જેમાં અલગ અલગ ફ્લોર પર ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના દર્શન થાય છે.

ન્યુ જર્સીમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બહાર અને અંદર બંને બાજુથી ખુબ જ સુંદર છે. તે બાહ્ય સુરક્ષા માટે પ્રચંડ મંડપથી ઘેરાયેલું છે. થાંભલા ઉપર ખુબ જ સારી રીતે કોતરણી કરવામાં આવી છે. કોતરણીવાળા થાંભલાઓ 135 ફૂટ પહોળા અને 55 ફૂટ ઊંચા છે. મંદિરનો મુખ્ય દરવાજો જેને મયુર દ્વાર કહેવામાં આવે છે, તે મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મયુર દ્વાર મોર, હાથી, સાધુઓ અને આરસની કોતરણી કરનારા ભક્તો સહિતના 236 શિલ્પોથી સાવધાનીપૂર્વક શણગારવામાં આવ્યા છે.

કેવી રીતે થયું આ મંદિરનું નિર્માણ

BAPSના પ્રમુખ સ્વામીએ વર્ષ 1997માં અમેરિકાના ન્યુ જર્સીમાં રોબિન્સવિલે માં આ ભવ્ય મંદિરના નિર્માણનો વિચાર કર્યો હતો. 2010માં આ મંદિરના બાંધકામનું કામ શરૂ થયું અને ઓગસ્ટ 2014માં તેને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. યુરોપની ક્વૉરીઓમાંથી ઇટાલીયન માર્બલ રાજસ્થાન મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં લગભગ 2000 જેટલા કારીગરોએ પોતાની કલા આજમાવીને આ પથ્થરો પર કલાકારી બનાવી હતી. ત્યાર બાદ આ પથ્થરોને અમેરિકામાં ન્યૂ જર્સી મોકલવામાં આવ્યાં હતાં. અહીં આવેલા પથ્થરોને નંબરિંગ કરવામાં આવ્યાં હતાં જેથી તેને જગ્યા પર યોગ્ય રીતે મૂકી શકાય.

મંદિરમાં ભવ્ય પ્રાર્થના હોલ શામેલ છે જે એક સમયે 1000 લોકોને સમાવવા માટે પૂરતા પ્રમાણમાં છે. મંદિર સંકુલના પ્રથમ તબક્કામાં યુવાનો માટે એક પ્રવૃત્તિ કેન્દ્ર, મુલાકાતીઓ માટે આરામ ઘર અને ફૂડ કોર્ટનો સમાવેશ છે. મંદિર અને તેની આસપાસના સૌંદર્યીકરણ દક્ષિણ અને ઉત્તર ભારતીય મંદિરોના સ્થાપત્ય શૈલીઓના સમૃદ્ધ મિશ્રણથી પ્રભાવિત છે. .

ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુખ્ય ઇમારત 4 માળનું માળખું છે. ભારતના વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત કાયમી પ્રદર્શન અહીં જોવા મળી રહે છે. સુશોભિત સ્તંભો, પેનલ્સ, દિવાલો અને છત ઉપર રામાયણ, મહાભારત અને પ્રાચીન શાસ્ત્રોની વાર્તાઓ દર્શાવામાં આવી છે. સભાખંડોમાં ભારતીય હિન્દુ સમુદાયના આધ્યાત્મિક નેતાઓ અને સાધુ-સંતોની જીવન-કદની મૂર્તિઓ લગાવવામાં આવી છે.

પ્રમુખ સ્વામીનો વર્લ્ડ રેકોર્ડ

પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. આ રેકોર્ડ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ મંદિરો બનાવવા માટે છે. સ્વામી બાપાએ એપ્રિલ 1971 થી નવેમ્બર 2007 સુધીમાં પાંચ ખંડોમાં 713 મંદિરો બંધાવ્યા હતાં જે દુનિયામાં એક અનોખો રેકોર્ડ છે.

પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો ફેલાવો કર્યો હતો. તેમણે દેશવિદેશમાં સ્વામીનારાયણ મંદિર બનાવ્યા હતા, જેમાંના મોટાભાગના ટુરિસ્ટ્સ એટ્રક્શન પણ છે. દિલ્હી અને ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર તેનુ બેસ્ટ ઉદાહરણ છે. ત્યારે પ્રમુખ સ્વામીએ બાપ્સ સંસ્થાને પણ દેશવિદેશમાં જાણીતી કરી હતી, એટલે જ બાપ્સ સંસ્થાને અનેક સિદ્ધીઓ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *