ભારતમાં મનોરંજન (Entertainment in India) માં સૌથી મોટો ફાળો સીનામાનો છે. ભારતીય સિનેમા (Indian cinema) પ્રેમીઓએ તેમના પ્રિય કલાકારોને એટલો પ્રેમ આપ્યો કે, આજે તેઓ આ સ્નેહને કારણે સન્માનિત અને સમૃદ્ધ પણ બન્યા છે. હિન્દી સિનેમાની વાત કરીએ તો એવા કલાકારોથી ભરપૂર એવા કલાકારો છે જેમની પાસે અરબોની સંપત્તિ છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan), અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)થી લઈને અક્ષય કુમાર (Akshay Kumar) જેવા કલાકારો પાસે હજારો કરોડની સંપત્તિ છે. તેના ચાહકો તેને જેટલા વધુ ઇચ્છે છે, તેટલી મોટી રકમ તેને દરેક ફિલ્મ માટે મળે છે.
તમારામાંથી ઘણા લોકો હિન્દી સિનેમાના સૌથી અમીર કલાકારો વિશે જાણતા હશે, પરંતુ આજે આપણે સાઉથ એટલે કે દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી ધનિક કલાકારો વિશે વાત કરીશું. આ ઇન્ડસ્ટ્રીમાં એવા કલાકારો પણ છે જેમની સંપત્તિનો આંકડો ક્યાંય હિન્દી સિનેમાના કલાકારોથી ઓછો નથી. તો ચાલો જાણીએ દક્ષિણના આ અભિનેતા પાસે કેટલી સંપત્તિ છે:
નાગાર્જુન એ આમ તો સાઉથના અભિનેતા છે પરંતુ, તેમણે કેટલીક હિન્દી ફિલ્મો કરીને પણ પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. છેલ્લા 35 વર્ષથી કન્નડ, તમિલ, હિન્દી તેમજ તેલુગુ ભાષાઓમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નાગાર્જુનને દક્ષિણના એટલે કે સાઉથના સૌથી અમીર અભિનેતા માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 2800 કરોડ છે, જ્યારે નાગાર્જુનની સંપતિ લગભગ 3000 કરોડથી પણ વધારે હોવાન્ય જણાયું છે.
ચિરંજીવીએ પણ નાગાર્જુનની જેમ જ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ હિન્દી ફિલ્મોના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છે તેવી જ રીતે ચિરંજીવીને પણ સાઉથની ફિલ્મોનો મેગાસ્ટાર કહેવામાં આવે છે. ચિરંજીવીને દક્ષિણના લોકો રજનીકાંત અને કમલ હાસન જેટલો જ પ્રેમ અને આદર આપે છે. પોતાની 150મી ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા લેનાર ચિરંજીવીની કુલ 1500 કરોડની સંપતિના માલિક છે. ચિરંજીવી પાસે લગભગ 10 લક્ઝરી વાહનો છે. તેટલી જ નહિ તેઓ 150 કરોડની કિંમતના બંગલાના માલિક પણ છે.
રજનીકાંતનું પૂરું નામ શિવાજીરાવ ગાયકવાડ છે. દુનિયા ભલે રજનીકાંતને સાઉથ એક્ટર તરીકે જાણે છે પરંતુ તે જન્મથી જ મરાઠી છે. તેમનો જન્મ મહારાષ્ટ્રીયન મરાઠા હેન્દ્રે પાટીલ મરાઠા સમાજના પરિવારમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે દક્ષિણ ભારતની સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંતની કુલ સંપત્તિ 400 કરોડ રૂપિયા સુધીની છે. આ સિવાય તે દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે.
જુનિયર નંદમુરારી તારકા રામા રાવ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતી વ્યક્તિ છે, પરંતુ લોકો તેમને એન.ટી.આર. જુનિયર તરીકે ઓળખાય છે. જાણવા મળ્યું છે કે, જુનિયર એનટીઆર એ આશરે રૂ. 2700 કરોડની નેટવર્થ ધરાવતા દક્ષિણ સિનેમાના સૌથી ધનાઢ્ય અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા પરિવાર સાથે જોડાયેલા આ અભિનેતાના દાદા અને પિતાને પણ સાઉથના મોટા સ્ટાર માનવામાં આવતા હતા. તેમના દાદા એનટીઆર રામારાવ પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
કમલ હાસન એવા કલાકારોમાંથી એક છે જેમને કોઈ પરિચયની જરૂર નથી. કમલ હાસન જે પ્રથમ ભારતીય અભિનેતા બન્યા હતા જેમણે વર્ષ 1994માં ફી તરીકે એક કરોડ રૂપિયા લીધા હતા. મળતી માહિતી મુજબ, સાઉથ સિવાય હિન્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર કમલ હાસનની કુલ સંપત્તિ 700 કરોડ રૂપિયાથી વધુ છે.
રામ ચરણ એ સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર છે. પિતાના પગલે ચાલીને રામ ચરણ પણ ફિલ્મોમાં ચમકી રહ્યા છે. તેણે હિન્દી સિનેમામાં પણ પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ તે હિન્દી કરતાં સાઉથ સિનેમામાં વધુ સફળ રહ્યો છે. મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર તેમજ સુપરસ્ટાર પવન કલ્યાણના ભત્રીજા રામ ચરણની કુલ સંપત્તિ 2800 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું જણાયું છે. તેને સાઉથ સિનેમાનો યુવા આઇકોન માનવામાં આવે છે.
સાઉથ સિનેમામાં પોતાના ચાહકોમાં થાલાપથી તરીકે જાણીતા અભિનેતા વિજયને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા એક્શન કલાકાર માનવામાં આવે છે. ‘થુપ્પકી’ અને ‘થેરી’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી ચૂકેલા થાલપતિ વિજયની કુલ સંપત્તિ 410 કરોડ રૂપિયા છે.
8. નંદમુરી બાલકૃષ્ણ (Nandamuri Balakrishna)
મળતી માહિતી અનુસાર નંદમુરી બાલકૃષ્ણએ તમિલ, તેલુગુ અને કન્નડ જેવી ભાષાઓમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે. તેઓ લગભગ 800 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. દક્ષિણ સિનેમામાં નંદમુરી બાલકૃષ્ણનું કદ ચિરંજીવી કે નાગાર્જુનથી ઓછું નથી. તેમને આ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર પણ માનવામાં આવે છે.
અલ્લુ અર્જુનએ આજના સમયમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી મોંઘા સ્ટાર્સમાંના એક છે. હિન્દી પટ્ટાના લોકો, જેમણે થોડા વર્ષો પહેલા જ દક્ષિણની ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે, તેઓ પણ હિન્દી સુપરસ્ટારની ફિલ્મની જેમ અલ્લુ અર્જુનની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુન લગભગ 350 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હોવાનું માનવામાં આવે છે.
પ્રભાસનું પૂરું નામ ઉપ્પલાપતિ વેંકટેશ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. બાહુબલી ફિલ્મમાં તેના શાનદાર અભિનય બાદ પ્રભાસ દરેક પ્રકારની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયો છે. તેણે 2019માં એક્શન ફિલ્મ ‘સાહો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પ્રભાસની કુલ સંપત્તિ 200 કરોડ રૂપિયાની આસપાસ છે.
મહેશ બાબુને સાઉથ સિનેમાનો સૌથી હેન્ડસમ એક્ટર માનવામાં આવે છે. તેની એક્શન અને લુકને કારણે તે દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટાર્સમાંથી એક છે. મહેશ બાબુ લગભગ 350 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. તેઓ પોતાની એક ફિલ્મ માટે 22 થી 25 કરોડ રૂપિયા ફી લે છે તેવું જાણવા મળ્યું છે.
અજીત કુમાર એ કોઈપણ ગોડફાધર વિના પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવનાર એક્ટર છે. હાલમાં તેઓ 250 કરોડ રૂપિયાની સંપતિના માલિક છે. એક તરફ જ્યાં દેશના કરોડો લોકો પોતાની સફેદ દાઢી અને વાળને કાળા કરવા માટે હેર ડાઈનો ઉપયોગ કરે છે, ત્યાં અજીત કુમારે આ સફેદ દાઢી અને વાળને ફેશનમાં લાવ્યા છે. તે તેના લુક માટે જાણીતા છે.
તાજેતરમાં જ ફિલ્મ ‘જય ભીમ’ની લોકપ્રિયતાને કારણે ચર્ચામાં આવેલા સુર્યા તેની ફિલ્મ પહેલા જ સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. બોલીવુડે પણ સુર્યા અભિનીત સિંઘમ જેવી ફિલ્મોની નકલ કરી છે. સૂર્યાની કુલ સંપત્તિ 200 કરોડ રૂપિયાની આસપાસ છે.
પવન કલ્યાણની કુલ સંપત્તિ 285 કરોડની આસપાસ છે ટોલીવુડ સુપરસ્ટાર પવન કલ્યાણ ચિરંજીવીનો ભાઈ છે. તેણે થોલી પ્રેમા, ગોપાલ ગોપાલા જેવી સુપરહિટ ફિલ્મોથી ઘણું નામ કમાયા છે.
ધનુષે સાઉથની ફિલ્મોની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ સારી ઓળખ બનાવી છે. તેણે હિન્દી સિનેમામાં રાંઝણા અને હવે ‘અતરંગી રે’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. મળતી માહિતી અનુસાર ધનુષની કુલ સંપત્તિ 145 કરોડ રૂપિયાની આસપાસ છે. એક રીપોર્ટ અનુસાર, ધનુષે વર્ષ 2019માં 31.75 કરોડની કમાણી કરી હતી. આ પછી, તે એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર 100 સેલિબ્રિટીની યાદીમાં સામેલ થયો. સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ ધનુષ વિશે એવું કહેવાય છે કે તે માત્ર 10મું પાસ છે, તેમ છતાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી અને આજે તે આરામની જિંદગી જીવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.