ટામેટા(Tomato) અથવા અન્ય કોઈપણ શાકભાજી (vegetables)નો રસ પીવાથી બ્લડ સુગર (Blood sugar level)ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. લીલા પાંદડાવાળા શાકભાજીના રસમાં કાકડીનો રસ, મુઠ્ઠીભર બેરી અને કેરમ સીડ્સ મિક્સ કરીને હેલ્ધી ડ્રિંક તૈયાર કરો અને દરરોજ તેનું સેવન કરો. આ અન્ય રોગોની સાથે ડાયાબિટીસ(Diabetes) સામે લડવામાં પણ મદદ કરશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. પૂરતું પાણી પીવાથી શરીરમાંથી વધારાનું ગ્લુકોઝ પેશાબ દ્વારા દૂર થાય છે. પુખ્ત પુરુષોએ દિવસમાં ઓછામાં ઓછા 13 ગ્લાસ (ત્રણ લિટર) અને સ્ત્રીઓએ લગભગ 9 ગ્લાસ (બે લિટર) પાણી પીવું જોઈએ.
ઓછી ચરબીયુક્ત દૂધ, ખાંડ વગરનું દૂધ અને કોફી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઓછી ચરબીવાળા દૂધમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ સાથે તે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ વધારે છે.
સોડા વોટર સેલ્ટઝર વોટર એ સોડા વોટરનો એક પ્રકાર છે. તેને સ્પાર્કલિંગ વોટર પણ કહેવામાં આવે છે. સાદા પાણીથી વિપરીત, સેલ્ટઝર પાણીમાં કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ હોતી નથી. ડાયાબિટીસથી પીડિત લોકોએ આ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. તે શરીરમાં સ્વસ્થ બ્લડ સુગર લેવલને જાળવવામાં મદદ કરે છે.
ગ્રીન ટીનું દૈનિક સેવન ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. ગ્રીન ટીની સાથે બ્લેક, વ્હાઇટ કે હર્બલ ટી પણ પી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્રીન ટી એક સારો વિકલ્પ છે. તેની સાથે તેના અન્ય શારીરિક ફાયદા પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.