કોરોના રસીથી ડરતા લોકો આ લેખ ખાસ વાંચે! દુનિયાના આ દિગ્ગજ નેતાઓ લગાવી ચુક્યા છે અને…

દુનિયામાં કોરોનાના 11 કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં હાલ 9 કરોડથી વધારે લોકો રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 25 લાખથી વધારે લોકો કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે, આ દરમિયાન કોરોનાની વેક્સીન બજારમાં આવી અને અનેક દેશોમાં તે પ્રાથમિકતાના આધારે લગાવવાની શરૂઆત કરવામાં આવી. જેમાં અમેરિકાથી લઈ સઉદી અરબ, ગ્રીસથી લઈ ભારત સુધીના તમામ દેશના મોટા નેતાઓએ કોરોના વેક્સીન લઈને દેશ અને દુનિયાને સંદેશ આપ્યો કે કોરોના વેક્સીન સુરક્ષિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કોરોના વાયરસની રસી આપી હતી. તેણે કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો. તેઓ પોતે જ વહેલી સવારે એઈમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા અને કોરોનાને રસી આપી. તેમણે લોકોને અપીલ કરી હતી કે, તેઓ કોવીડ -19 થી કોરોના રસીકરણ કરવા અને ભારતને મુક્ત કરવા માટે એકઠા થાય. તેમણે રસી મેળવીને તમામ ચૂંટણી રાજ્યોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

1. નરેન્દ્ર મોદી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 1 માર્ચ 2021ના રોજ દિલ્લીમાં એઈમ્સ ખાતે કોરોના વેક્સીનનો ડોઝ લીધો.

2. જો બાઈડેન

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને 21 ડિસેમ્બરે કોરોના વેક્સીન લીધી હતી.

3. કમલા હેરિસ

અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 29 ડિસેમ્બરે કોરોના વેક્સીન લીધી હતી.

4. માઈક પેન્સ

અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે પત્નીની સાથે 18 ડિસેમ્બરે લાઈવ ટીવી પર કોરોના વેક્સીન લીધી હતી.

5. બેન્ઝામીન નેતન્યાહૂ

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂએ 20 ડિસેમ્બરે કોરોના સામે રસી લગાવનારા પહેલા ઈઝરાયલી નાગરિક બન્યા હતા.

6. મહારાણી એલિઝાબેઝ અને પ્રિન્સ ફિલિપ

94 વર્ષના બ્રિટનના મહારાણી અને તેમના 99 વર્ષના પતિને 9 જાન્યુઆરીએ કોરોના વેક્સીન લગાવવામાં આવી હતી. બકિંગહામ પેલેસના પ્રવક્તાએ તેની જાણકારી આપી હતી.

7. જોકો વિડોડો

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ 14 જાન્યુઆરી 2021ના રોજ કોરોનાની રસી લીધી.

8. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 27 ડિસેમ્બર 2020ના રોજ ફાઈઝર વેક્સીનનો ડોઝ લીધો.

9. Recep Tayyip Erdogan

તુર્કીના રાષ્ટ્રપતિએ 14 જાન્યુઆરી 2021ના દિવસે અંકારાના સિટી હોસ્પિટલમાં કોવિડ-19ની વેક્સીન લીધી.

10. નેન્સી પેલોસી

અમેરિકાના સ્પીકર ઓફ ધ હાઉસ નેન્સી પેલોસીએ 18 ડિસેમ્બર 2020ના દિવસે વોશિંગ્ટનમાં ફાઈઝરની વેક્સીનનો ડોઝ લીધો.

11. Katerina Sakellaropoulou

ગ્રીસના રાષ્ટ્રપતિએ 27 ડિસેમ્બર 2020ના રોજ એથેન્સની હોસ્પિટલમાં કોવિડ-19 વેક્સીન લીધી.

12. Kyriakos Mitsotakis

ગ્રીસના પ્રધાનમંત્રીએ પણ 27 ડિસેમ્બરના દિવસે એટિકોન હોસ્પિટલમાં કોરોના વેક્સીન લઈને દેશવાસીઓને વેક્સીન સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.

13. શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમ

દુબઈના શાસકે 3 નવેમ્બરે 2020ના રોજ ચીનની સિનોફાર્મ કંપનીની કોરોના વેક્સીન લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *