ભારતનું નામ વિકાસશીલ દેશોમાં આવે છે ભારત નો વિકાસ કરવામાં માત્ર સરકારોનું કામ નથી પરંતુ દેશના દરેક નાગરિકે આ જવાબદારી પોતાના ખભે ઉપાડવી પડતી હોય છે આ રિપોર્ટમાં તમને કદાચ હસવું આવશે પરંતુ આ આપણા દેશની નરી વાસ્તવિકતા છે કે ભારતીય નાગરિકો અમુક બાબતે એટલા બેદરકાર છે જેને લઇને ભારત વિકસિત દેશોમાં હજી સુધી આવી શક્યો નથી.
ઉપર બતાવેલ આ ફોટોમાં તમે જોઈ રહ્યા છો કે એક મહિલા રસ્તા પર ચાલુ ટ્રાફિકમાં પોતાના સ્કૂટર બાઈક પર લેપટોપ વાપરી રહી છે આ ફોટો જોઇને અમુક લોકો એવો પ્રતિભાવ પણ આપશે કે આ મહિલા સમયનો સદુપયોગ કરી રહી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ મહિલા ટ્રાફિક જામમાં પોતાનું બુદ્ધિ પ્રદર્શન કરી રહી છે.
ઉપરની તસવીરમાં તમે જોઈ રહ્યા છો કે મહારાષ્ટ્ર નો કોઈ બાઈક સવાર પોતાની પાછળ એક મહિલા ને બેસાડીને જઇ રહ્યો છે પરંતુ તે મહિલા ક્યાં બેઠી છે તે એકવાર અવશ્ય જોવું જોઈએ આ મહિલા જે પુરુષ સાથે ગાડી પર બેઠી છે તે ગાડી ની સીટ પર સામાન પડેલો છે અને તે સામાન ઉપર બેદરકારી થી આ મહિલા બેસી છે જે ગમે ત્યારે એક ગંભીર અકસ્માત નોતરી શકે છે.
વાતો માં મશગુલ આ મહિલાઓ ક્યાં વાત કરી રહી છે તેનું પણ ભાન ભૂલી ચૂકી હોય તેમ રેલવે ટ્રેક ની બાજુમાં ઊભી રહી ગઈ છે અચાનક ટ્રેન આવી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઇ શકે છે.
આ પોસ્ટ વાંચ્યા બાદ તમે આનંદ તો લીધો હશે પણ અમે આશા રાખીએ કે આ પોસ્ટ અને ભારતીય લોકો સુધી પહોંચાડી અને આવા બેદરકારી વાળા કૃત્ય ન કરીને દેશ ને સલામત બનાવીએ.