1 જાન્યુઆરીથી બદલાઇ જશે આ નિયમો: EPFOથી લઇને ખેડૂત લોન સુધી…જાણો વિગતે

Rules Change 1 January: નવા વર્ષની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષની સાથે સાથે કેટલાક નવા નિયમો આપણ આવી રહ્યા છે, જેની સામાન્ય નાગરિકોના ખિસ્સા (Rules Change 1 January) પર અસર થશે.તેમાં કારની કિંમતો, LPG સિલેન્ડરના ભાવ, પેન્શન સંબંધિત નિયમો સહિતની બાબતનો સમાવેશ થાય છે.

કારના ભાવમાં વધારો
નવા વર્ષમાં કાર ખરીદવી મોંઘી થઈ જશે. 1લી જાન્યુઆરી,2025થી, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, હોન્ડા, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને BMW જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનોના ભાવમાં 3% વધારો કરશે. કંપનીઓએ તેનું કારણ ઉત્પાદન ખર્ચમાં વધારો દર્શાવ્યો છે.તેથી, જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે.

LPG સિલિન્ડરની કિંમતો
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજીના ભાવની સમીક્ષા કરે છે.જોકે,છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરેલુ LPG સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.હાલમાં દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા છે. તે જ સમયે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 73.58 ડોલર પ્રતિ બેરલ છે, જેના કારણે ભવિષ્યમાં કિંમતો બદલાઈ શકે છે.

પેન્શન ઉપાડમાં ફેરફાર
પેન્શન ધારકો માટે નવું વર્ષ રાહત લઈને આવી રહ્યું છે. 1લી જાન્યુઆરી, 2025થી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પેન્શન ઉપાડના નિયમોને સરળ બનાવ્યા છે. હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે.આ માટે તેમને કોઈ વધારાની ચકાસણીની જરૂર રહેશે નહીં. આ સુવિધા પેન્શનધારકો માટે મોટી રાહત છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના નિયમો
RBIએ NBFC અને HFC માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. આ ફેરફારો હેઠળ, થાપણોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલીક જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. આમાં લોકો પાસેથી ડિપોઝિટ લેવા, લિક્વિડ એસેટ્સનો એક ભાગ સુરક્ષિત રાખવા અને ડિપોઝિટનો વીમો લેવા જેવા ફેરફારોનો સમાવેશ થાય છે.

UPI 123 Pay ની નવી ટ્રાન્ઝેક્શન મર્યાદા
ફીચર ફોન યુઝર્સ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શરૂ કરવામાં આવેલી UPI 123 Pay સેવામાં ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ આ સેવા હેઠળ મહત્તમ 5,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકતું હતું. પરંતુ હવે આ મર્યાદા વધારીને રૂપિયા 10,000 કરવામાં આવી છે. આ સુવિધા 1 જાન્યુઆરી,2025થી લાગુ થશે.

EPFOમાં ફેરફાર
નવા વર્ષમાં કેટલીક બાબતો તમારા ખિસ્સા પર ભારે રહેશે તો કેટલીક બાબતોમાં રાહત રહેશે. આમાંનો એક ફેરફાર EPFO ​​પેન્શન સાથે સંબંધિત છે. વર્ષ પેન્શન ધારકો માટે રાહત લઈને આવી રહ્યું છે. 1 જાન્યુઆરી, 2025 થી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પેન્શન ઉપાડના નિયમોને સરળ બનાવ્યા છે. હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. આ માટે તેમને કોઈ વધારાની ચકાસણીની જરૂર રહેશે નહીં. આ સુવિધા પેન્શનધારકો માટે મોટી રાહત છે.

લક્ઝરી વસ્તુઓ ખરીદવા પર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે
જો તમે નવા વર્ષ 2025માં કોઈપણ લક્ઝરી આઈટમ ખરીદો છો, તો હવે તમારે તેના પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. વાસ્તવમાં, બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર, જો લિસ્ટેડ લક્ઝરી આઈટમ જેની કિંમત રૂ. 10 લાખથી વધુ છે, તો તેના પર TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) પણ ચૂકવવો પડશે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. નવા વર્ષમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ આવકવેરા સંબંધિત ઘણા નિયમો અમલમાં આવશે.