ફક્ત મૂર્તિ સ્થાપિત કરવાથી ગણેશજી ઘરે આવતા નથી! આ દસ વાતો જણાવે છે કે, ગણપતિ ઘરે આવશે કે નહીં

ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશચતુર્થી (Ganesh Chaturthi)નો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરે છે. તેથી આજે ગણપતિ વિરાજશે.…

ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશચતુર્થી (Ganesh Chaturthi)નો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરે છે. તેથી આજે ગણપતિ વિરાજશે. ગણપતિની સ્થાપનાનો અર્થ ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિનું આવવું. કહેવાય છે કે, જ્યારે ગણપતિ આવે છે ત્યારે પોતાની સાથે આ બધી જ બાબતો લાવે છે. 10 દિવસ પછી જ્યારે વિદાય લે છે ત્યારે ઘરની બધી જ નેગેટિવિટીને પોતાની સાથે લઈ જાય છે.

ગણેશ પ્રતિમાની સ્થાપના ભલે જ ઉત્સવ હોય, પરંતુ હકીકતમાં ગણપતિ ત્યારે ઘરે આવે છે, જ્યારે આપણે તેમની શીખવેલ બાબતો ઉપર ખરા ઉતરીએ છીએ. તો, આજે ઉત્સવના અવસરે આપણે ભગવાન ગણેશની તે વાતોને જાણીશું, જેને ફોલો કરવાથી જીવનની મુશ્કેલીઓ જાતે જ દૂર થઈ જશે. જો ગણપતિની જણાવેલ રીતથી ચાલીશું તો જીવનમાં પરેશાનીઓની કોઈ જગ્યા રહેશે નહીં.

પરિવાર સાથે તો પરેશાની દુર:
એટલે કે, જ્યાં પરિવારમાં પ્રેમ છે, એકતા છે, સામુહિકતા છે, ત્યાં ગણપતિ હંમેશા રહે છે.

કમાવવું અને બચાવવું… આ સુખી જીવનના બે મંત્ર છે:
ગણપતિ ત્યાં હોય છે, જ્યાં મહેનતથી કમાણી કરી શકાય છે. તેમજ ચતુરાઈથી બચત કરી શકાય છે.

સફળતા સાચી તો સંપન્નતા સુલભ છે: 
ભગવાન ગણેશજીની બંને પત્નીઓ એ વાતનો સંકેત આપે છે કે, જો તમે સફળતા મેળવવાની કોશિશ કરો છો, તો સંપન્નતા પણ સાથે આવે છે.

સંતુષ્ટિનો ભાવ જરૂરી, વધારે ઈચ્છાઓ કલેશ કરાવે:
ગણપતિને પોતાના ઘર અને જીવનમાં સ્થાયી રાખવા હોય તો સંતુષ્ટિનો ભાવ લાવવો ખુબ જ જરૂરી છે.

પરિવાર અને જીવન ઉપર નિયંત્રણ જરૂરી:
જો ગણપતિને હંમેશા ઘરમાં રાખવા હોય તો નિયંત્રણ પણ જરૂરી છે.

હૃદયથી વિચારો, દિમાગથી નિર્ણય લો:
તે ઘરમાં ગણપતિનો સ્થાયી નિવાસ હોય છે, જ્યાં નિર્ણય દૂરદર્શી હોય છે.

મોદક અને દુર્વા બંને જીવનમાં જરૂરી છે:
ગણપતિ ત્યાં બિરાજે છે, જ્યાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હોય.

ખરાબ વિચારો ન કરો, નહીતર સંબધો બગડશે:
જ્યાં બુદ્ધિપૂર્વક તર્ક-વિતર્કો થાય ત્યાં જ ગણપતિ રહે છે, પરંતુ જ્યાં કુતર્કો થાય ત્યાં શ્રી ગણેશ નથી આવતા.

સુંદરતા વિચારો અને વ્યવહારમાં હોય છે, ચહેરામાં નહિ:
જ્યાં વિચાર અને વ્યવહાર સુંદર હોય, ત્યાં શ્રી ગણેશ ચોક્કસ પણે રહે છે.

કોઇપણ કિંમતે ફરજથી પીછેહઠ ન કરશો:
જ્યાં લોકો પ્રમાણીકતાથી પોતાની જવાબદારી નિભાવે છે, ત્યાં ગણપતિ હંમેશા વાસ કરે છે.

માત્ર આ 10 બાબતોને ધ્યાનમાં રાખવાથી ગણેશજી ચોક્કસ પણે તમારા ઘરે તેમજ તમારા જીવનમાં કાયમી માટે વાસ કરશે. તેમજ તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દુર કરશે. એટલે કે, ભગવાન ગણેશ તમારા માટે સાચા અર્થમાં વિઘ્નહર્તા સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *