શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધન અને વૈભવની દેવી કહેવામાં આવી છે.એવું માનવામાં આવી રહ્યું છે જે કોઈને પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેમને જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નડતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, તમામ બાર રાશિમાં અમુક રાશિ ને કેટલી નસીબદાર માનવામાં આવે છે.માં લક્ષ્મી ના આશીર્વાદ હંમેશા આ ભાગ્યશાળી રાશિ પર રહે છે.
માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મી નો જન્મ સમુદ્રમાંથી થયો હતો અને ભગવાન વિષ્ણુ સાથે તેઓએ લગ્ન કર્યા હતા. જ્યોતિષશાસ્ત્રમાં લક્ષ્મી શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. જે લોકો શુક્ર ગ્રહ કુંડળીમાં મજબૂત છે તેને લક્ષ્મીદેવી ના આશીર્વાદથી ધન, વૈભવ અને તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર છે અને વૈભવ અપાવનાર શુક્ર નો પ્રભાવ હંમેશા આ રાશિના લોકો પર રહે છે. વૈદિક જ્યોતિષ માં શુક્ર ગ્રહ સુખ, સંપત્તિ, વૈભવ અને સમુદ્રી નો કારક માનવામાં આવે છે.આ કારણોસર, માતા લક્ષ્મીની વિશેષ કૃપાઓ ઋષભ રાશિ ના લોકો પણ રહે છે. આ રાશિના જાતકોને હંમેશા નસીબનો સહયોગ મળે છે. આ રાશિના લોકોને ક્યારેય પૈસાની તંગી અનુભવતા નથી.
કર્ક રાશિ
કર્ક રાશિ પર પણ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના સ્વામી ચંદ્રદેવ છે. કર્ક રાશિના જાતકો વૈભવી જીવન જીવે છે. આ રાશિના લોકો ભાગ્યથી આગળ વધે છે. આ રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. એક વખત મનમાં જે નક્કી કરે છે તે નિશ્ચિતરૂપે પૂર્ણ કરે છે. તેમનું કાર્ય ક્યારે કોઈ પણ પ્રકારની અડચણ માં અટકતું નથી.
સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. આ રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા રહેલી હોય છે. સિંહ રાશિના લોકો ખૂબ જ મહેનતુ અને કાર્યશ્રમ હોય છે. તેઓ તેમની લક્ઝરી આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરે છે.આ રાશિના લોકોમાં ઘણી નેતૃત્વ ક્ષમતા હોય છે. મહેનત ના લીધે તેઓને ઘણી સફળતા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.