ડુંગળી ખાતી વખતે નહિ પરંતુ કાપતી વખતે જ કેમ આવે છે આંખમાં આંસુ?આ છે ચોકાવનારું કારણ

ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે તેમ છતા આપણે ડુંગળીના સ્વાદ થી દુર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજી માં ઉપયોગમાં લેવાતી નથી પરંતુ ભજીયા…

ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે તેમ છતા આપણે ડુંગળીના સ્વાદ થી દુર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજી માં ઉપયોગમાં લેવાતી નથી પરંતુ ભજીયા અને સલાડ ના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળી એટલે અત્યંત સાધારણ અને ગમે તેના ઘરમાં સરળતાથી મળી આવતી શાકભાજી છે.

ડુંગળી એ અંત્યંત સાધારણ શાકભાજી છે પરંતુ તેના વિના અનેક શાકભાજી સ્વાદ બગડી જાય છે.આજ કારણ છે કે આપણા દેશમાં મોટાભાગની શાકભાજી જેવી પંજાબી શાકભાજી માં ડુંગળી નાખવામાં આવે છે એટલું જ નહિ દેશના ખૂણે ખૂણા માં ડુંગળીના ભજીયા અને ડુંગળીની કચોરીની ઘણી સારી ડિમાન્ડ છે પરંતુ ડુંગળીની સાથે એક ખાસ મુશ્કેલી એ છે કે તેને કાપતા સમયે આંખોમાંથી આસુ નીકળવા લાગે છે.

અનેક ડુંગળી એવી હોય છે જે આપણી આંખો પર બહુ પ્રભાવ કરે છે.જેના કારણે ઈચ્છા ન હોવા છતાં પણ આંખમાંથી આંસુ નીકળવા લાગે છે.પરંતુ શું તમે વિચાર્યું છે કે ડુંગળીમાં એવી તે કઈ વસ્તુ હોય છે જેના કારણે આપણ ને રડવું આવી જાય છે.

ડુંગળી એક કેમિકલ મળી આવે છે જેને સાઈન પ્રોપેથીયલ એસ ઓકસાઈડ કહેવાય છે.ડુંગળી કાપતા આ કેમિકલ બહાર નીકળે છે અને આપણી આંખોની લેકાઈમલ ગ્લેન્ડ પર અસર કરવાનું શરુ કરી દે છે.જેના કારણે આપણી આંખોમાંથી આસુ નીકળવા લાગે છે.

આ આખી પ્રક્રિયા માટે આપણા વૈજ્ઞાનિક પહેલા એલીનેસ નામના એનજાઇમ ને કારણે ગણાવતા હતા પરંતુ હવે ડુંગળીમાં લેક્રાઈમેટી ફેક્ટર સિંથેસ નામનું નવું એંજાઈમ મળી આવે છે.ડુંગળી કાપતા સમયે તે બહાર નીકળે છે અને આપણી આંખોની સાથે સંપર્કમાં આવી જાય છે જેના કારણે આપણે મજબૂરીમાં રડવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *