Trains Cancelled: પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામના કારણે કેટલીક મેમુ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં આણંદ,ગોધરા તેમજ ડાકોર તરફ આવતી જતી ટ્રેનોને રદ કરવાની પશ્ચિમ રેલવે (Trains Cancelled) દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આ રૂટ પરની ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
આ ટ્રેનોને રદ કરવામાં આવી
આણંદ – ગોધરા સેકશન વચ્ચે ડબલિંગના કારણે તા.11થી 30 સપ્ટેમ્બર સુધી જે મેમું ટ્રેનો રદ રહેશે તેની જાણકારી નીચે મુજબ છે. ટ્રેન નં. 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન, 2. ટ્રેન નં. 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન, 3. ટ્રેન નં. 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન, 4. ટ્રેન નં.09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેનને આગામી તારીખ 11 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી છે.
આ ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી
જેની સામે ઈન્દોર મહામના એકસપ્રેસ તારીખ 11.09.24, 18.09.24 અને 25.09.24ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર -આણંદ -બાજવા -છાયાપુરી -ગોધરા થઈને ચલાવવામાં આવશે. તેમજ ટ્રેન નંબર 20936 ઈન્દોર ગાંધીધામ સુપર ફાસ્ટને 15.09.24, 22.09.24 અને 29.09.24ના રોજ ડાયવર્ટ કરેલ રૂટ વાયા ગોધરા – છાયાપુરી – બાજવા – આણંદ – ગેરતપુર થઈને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App