સુરતની આ બે વિદ્યાર્થીનીઓએ કોરોના રસી મેળવ્યા બાદ કહી આ ખાસ વાત- જાણીને તમે પણ વેકસીન લેવા દોડશો

સુરત(Surat): નવા વર્ષ૨૦૨૨ ની શરૂઆતમાં તા.૩ જાન્યુ.થી રાજ્ય સરકાર(Government of Gujarat) દ્વારા કિશોર વયના બાળકો માટે શરૂ કરાયેલું રસીકરણ અભિયાન(Vaccination campaign) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનમાં સુરત શહેરની અઠવાગેટ(Athwagate) વિસ્તારની ટી&ટીવી શાળાના ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી રસી મૂકાવી હતી. સતત વધી રહેલા કોરોના કેસના દર વચ્ચે શાળાના શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે રસીકરણની કામગીરી સાથે આ વયજૂથના વિદ્યાર્થીઓમાં ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્ય પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીની નિરાલી તિવારીએ જણાવતા કહ્યું હતું કે, ઘરના તમામ સભ્યોએ અગાઉ રસી મુકાવી દીધી હતી અને આજે મને પણ રસી લાગતા ખુશ છું. કોરોના સામેની લડાઇમાં દરેક લોકોએ રસીકરણ કરાવવું આવશ્યક છે. પ્રથમ ડોઝ લીધા બાદ મને કોઈ તકલીફ કે આડઅસર થઈ નથી, અને તે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમને શાળામાં વિનામુલ્યે રસી આપવામાં આવી છે.

વિદ્યાર્થીની રાધા તિવારીએ રસી મુકાવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કેસોથી ડર લાગી રહ્યો હતો. પરંતુ, આજે રસી લઈને સુરક્ષિત અનુભવી રહી છું. વધુમાં તેણે કહ્યું હતું કે, દેશની તમામ શાળાના વિદ્યાર્થીઓ સમયસર રસી મુકાવી સુરક્ષિત થઇએ.મારા પરિવારે અને શાળા શિક્ષકોએ રસી મૂકાવવા માટે પણ પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

વિદ્યાર્થી વિવાંગે સરકારના રસીકરણ પ્રયાસનો આભાર માનતા જણાવ્યું હતું કે, હું રસી મુકાવતા પહેલા મૂંઝવણમાં હતો. પરંતુ, રસી મુકાવ્યા પછી સુરક્ષિત અનુભવું છું અને સરકારને ધન્યવાદ વ્યક્ત કરું છું. કોરોના મહામારીને હરાવવાની ઝૂંબેશમાં સરકારશ્રીના નિર્ણયને સહકાર આપીએ અને ઝડપથી રસીકરણ કરાવીને સુરક્ષિત થઈએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *