કુવા વિશે ની ઘણી બધી જૂની વાર્તાઓ તમે સાંભળી હશે. કુવાને સામાન્ય રીતે તરસ છીપવા માટે પાણીના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, મધ્યપ્રદેશમાં એક કૂવો છે જે પાણીની જગ્યાએ એલઇડી ટીવી, કેમેરા અને આધારકાર્ડ આપે છે.
આ વાંચીને તમે આશ્ચર્યચકિત થશો કે, આવું કેવી રીતે થઈ શકે પરંતુ હા, તે મધ્યપ્રદેશના દમોહમાં બન્યું છે, જ્યાં લોકોને કૂવામાંથી એલઇડી ટીવી, કેમેરા અને આધારકાર્ડ મળતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેને જોવા માટે લોકોની એક મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.
હકીકતમાં, જ્યારે ચોરોની સ્પોટલાઇટ પર પોલીસે કૂવામાં તલાશી લીધી ત્યારે તેમાં ઘણી બેગ મળી આવી, જેમાં એલઇડી ટીવી, કેમેરા, આધારકાર્ડ સહિતની અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સમાવેશ થતો હતો.
પાછળના દિવસો માં દમોહ પોલીસ સ્ટેશનમાં ત્રણ મોટા ચોરોને પકડવામાં આવ્યા હતા. પોલીસની પુછપરછ દરમ્યાન તેઓએ ઘણાબધા ખુલાસાઓ કર્યા હતા અને જણાવ્યું કે, ચોરી કરેલ જે પણ સામાન તેમના કામનું ન હોય તે એક કૂવામાં ફેંકી દેતા હતા.
જ્યારે પોલીસે આ કુવાની તલાશી લીધી તે સમયે એક એક કરીને ઘણી બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બહાર આવવા લાગી. આ જોવા માટે ત્યાં ઘણી મોટી ભીડ જમા થઇ ગઇ હતી. પોલીસે આ કુવામાંથી અન્ય ઘણા બધા સામાનો પણ બહાર કાઢ્યા છે. ચોર પૈસા અને ઘરેણા ને છોડીને બાકી બધી વસ્તુઓ કૂવામાં ફેંકી દેતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.