“પ્રેમમાં ઉંમરનો કોઈ બાધ નથી હોતો” ભાજપના આ નેતાએ તેનાથી અડધી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન.

પ્રેમને ઉંમર નડતી નથી અને પ્રેમમાં સીમાડાઓ પણ નથી નડતા, જેમાં કોઈને બીજી પત્ની બનવાનું પણ ન નડતું હોય એવું ઉદાહરણ ગુજરાતનાં દાહોદ જિલ્લામાં સામે…

પ્રેમને ઉંમર નડતી નથી અને પ્રેમમાં સીમાડાઓ પણ નથી નડતા, જેમાં કોઈને બીજી પત્ની બનવાનું પણ ન નડતું હોય એવું ઉદાહરણ ગુજરાતનાં દાહોદ જિલ્લામાં સામે આવ્યું છે.

કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના લગ્નના જેવી જ ઘટના દાહોદ જિલ્લામાં સામે છે. મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીની ઉંમર 59 વર્ષની છે અને તેમના બીજા પત્ની રાધિકા કુમારસ્વામીની ઉમર 32 વર્ષની છે. દાહોદની ઘટનામાં જિલ્લા ભાજપના પ્રમુખ શંકર અમલીયારની ઉમર 45 વર્ષની છે, જ્યારે તેમના સાથે લગ્ન કરનાર જલ્પા મલની ઉંમર આશરે 23 વર્ષની છે.

દાહોદ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ કે જેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા જલ્પા એસ.મલે 20મી જૂનના રોજ દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા હોવાનું પોતાના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કર્યું છે. જલ્પા એસ.મલેએ હવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર નામ પણ જ્લ્પા શંકર અમલીયાર તરીકે અપડેટ કર્યું છે. અને તેમાં પોતાનો અને પતિ શંકર અમલીયારનો કપલ ફોટો પ્રોફાઇલ ફોટો તરીકે મૂક્યો છે.

ભાજપના નેતા શંકર અમલીયારને 6 સંતાનો છે. અને પોતે નોકરી, સમાજ સેવા અને ખેતીની આવક ધરાવે છે. શંકર અમલીયારે 2019 લોકસભામાં અને હાલના સાંસદ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી તરીકે ફોર્મ પણ ભર્યું હતું. જેમાં તેમણે પત્નીના નામની કોલમ અને સંપતિની વિગતો સંદર્ભે જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *