માનવામાં આવે છે કે, ગુજરાતમાં આર્મીમાં ખુબજ ઓછા યુવાનો જતા હોય છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં મિડલ કલાસના પરિવારો રહે છે અને પરિવારના યુવાનો પોતે આર્મીમાં જવા માટે મહેનત કરી રહ્યા છે. આવા યુવાનોને સલામ છે કે, જેઓ દેશની સેવા અને આતંકવાદ ને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ બનાવી રહ્યા છે. તો જોઇએ આ યુવાનોનો જુસ્સો, તેઓ ખરા અર્થમાં કહી રહ્યા છે ‘ધીસ ઇઝ ધ જોશ’,
છેલ્લા સાત વર્ષથી આ યુવાનો આ રીતે જ રસ્તા પર પ્રેક્ટીસ કરી રહ્યા છે અને આ સાત વર્ષમાં 30 જેટલા યુવાનોએ રોડ પર પ્રેક્ટિસ કરીને લશ્કરમાં ભરતી મેળવી પણ છે. તે લોકોએ પોતાની પ્રેક્ટિસ માટે પ્રોપર જગ્યા મળે તે માટે ધારાસભ્યથી લઈને મેયર અને અન્ય રાજકીય નેતાઓને રજૂઆત કરી છે. જોકે, હજુ સુધી તેઓની આ રજૂઆતને કોઈએ પણ ધ્યાનમાં લીધી નથી દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો આ રીતે રોડ પર પ્રેક્ટીસ કરી રહ્યા છે આગળ જતા આ જુવાન સરહદે જ્યારે સેવા આપવાના છે ત્યારે સરકારે પણ આ યુવાનો માટે થોડું વિચારીને તેમને યોગ્ય જગ્યા આપવા અંગે વિચારવું જોઇએ.
રોડ ઉપર પ્રેકિટસ કરતી વખતે આ યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર ગાય ભેંસોનું ઝુંડ વચ્ચે આવી જાય છે તો ક્યારેક વાહનોની અવર જવર. એક છોકરાનું તો ગાડી દ્વારા અકસ્માત પણ થયો છે અને તેનું નેવીમાં તે સમયે સિલેક્શન પણ થવાનું હતું. આ તમામ મુસીબતો બાદ પણ આ યુવાનો હિંમત હાર્યા વિના પ્રેક્ટિસ કરી રહ્યા છે.
સુરતના ડિંડોલી જેવા વિસ્તારમાં રહેતા સામાન્ય ઘરના આ યુવાનો માટે ભારતીય સેનામાં જવુ જિંદગીનું સપનું બની ગયું છે. દેશ પ્રેમથી છલોછલ એવા આ યુવાનોને આર્મીમાં ભરતી થવું છે, સાધનો કે સવલતો ટાંચા છે એમ નહીં પણ સાધન કે સવલત જ નથી છતાં દિલ દિમાગમાં એક જ ધૂન સવાર છે કે, દેશ સેવા માટે આર્મીમાં જોડાવું. એના માટે ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની, વાહનોની સતત અવર જવર વચ્ચે ટ્રેનિંગ લઈ રહ્યા છે.
વોર્મઅપ, રનિંગ, જમ્પિંગ, ડ્રિલિંગ કે મંકી જમ્પ કરતા આ યુવાનો આર્મી મેન કે ફૌજી નથી અને હા તેઓ જ્યાં આ ટ્રેનિંગ લઈ રહ્યા છે તે સ્થળ પણ કોઈએ મેદાન કે ટ્રેક નથી કે નથી કેમ્પસ. આ યુવાનો તો ખુલ્લા ડામરના રોડ ઉપર ટ્રેનિંગ લઈ રહ્યા છે.
નિમ્ન મધ્યમ વર્ગના આ યુવાનો ને દેશની સેવા માટે આર્મીમાં જોડાવું છે, આર્મીમાં જોડાવા માટે જે શારીરિક સજ્જતા અને એક પ્રકારની ટફનેસ જોઈએ તેની તેઓ ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. કેટલાય યુવાનો એવા છે કે, ટ્રેનિંગ દરમ્યાન પહેરવા માટે તેમની પાસે ટ્રેક શૂટ કે શુઝ નથી, દિવસ આખો ભણવાનું કે નોકરી કરીને થકી લોથપોથ થઈ જતા આ યુવાનો વહેલી સવારે અને મોડી રાત સુધી સખત ટ્રેનિંગ લે છે અને સાથે સજ્જતા કેળવી રહ્યા છે.
છ મહિના અગાઉ ધારાસભ્ય સંગીતા પાટીલ એ નવાગામ નંદનવન ગણપતી વિસર્જન કુત્રિમ તળાવની જગ્યા પર ઓડિટરિયમ પાસ થયું છે એ ઓડિટરિયમ રદ્દ કરી ને દોડવા માટે સ્પોર્ટસ સંકુલ બનાવી આપીશુ તેવી વાતો પણ કરવામાં આવેલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.