અમદાવાદમાં લબરમૂછિયાઓ બન્યા બેફામ: રાત્રી કર્ફ્યું દરમિયાન તલવારથી કેક કાપી અને…

હાલ જયારે કોરોના મહામારી દરમિયાન ગુજરાતના 36 શહેરોમાં કર્ફ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ કર્ફ્યું ચાલી રહ્યો છે. આવામાં અનેક લોકો કર્ફ્યુંનો ભંગ કરતા જોવા મળે છે. આ દરમિયાન અમદાવાદના કરફ્યૂમાં રાત્રિના સમયે ટોળા વળીને કેક કાપવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે હાલ અમદાવાદમાં ફરી એકવાર આવી ઉજવણી જોવા મળી છે. અમદાવાદમાં કરફ્યૂ સમયે તલવારથી કેક કાપી ઉજવણી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, આ બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાં લાલ કૃષ્ણ અડવાણી એપાર્ટમેન્ટનો છે. જેમાં તલવારથી કેક કાપવાની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, 10થી વધુ કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સાથે જ યુવકોએ વીડિયોમાં નિકોલના કિંગ હોવાનું પણ લખ્યું છે. આ દરમિયાન નિકોલમાં જન્મ દિવસ પર તલવાર સાથે કેક કાપવાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

આ ઘટનામાં નિકોલ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નિકોલના લાલકૃષ્ણ અડવાણી એપાર્ટમેન્ટમાં યુવકના જન્મ દિવસની ઉજવણીમાં તલવારથી કેક કાપવામાં આવી છે. જેનો તલવાર હાથમાં રાખીને ઉજવણી કરાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કર્ફ્યુના સમયમાં રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવણી કરવા લોકો ભેગા થયા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *