ધોળાદિવસે જ્વેલર્સમાં ઘુસી વેપારીને ગોળીઓથી વીંધી નાખ્યો- લાખોના ઘરેણાં અને રોકડ લઇને લુંટારુઓ ફરાર

લુંટ (robbery)ની ઘટનાઓ દિવસેને દિવસે ખૂબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જાણવા મળ્યું છે કે, છત્તીસગઢ (Chhattisgarh)ની રાજધાની રાયપુર (Raipur)થી જોડાયેલા દુર્ગ જિલ્લાના અમલેશ્વરમાં એક બુલિયન દુકાનમાં ધોળા દિવસે અસામાજિક તત્વોએ દુકાન માલિકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી ગુંડાઓએ લાખો રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી. બંને શખ્સો એકદમ નજીકથી ધડાધડ ગોળી ગોળીઓ વરસાવી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, અમલેશ્વરના તિરંગા ચોકમાં સમૃદ્ધિ જ્વેલર્સ નામથી સોના-ચાંદીના ઘરેણાંની દુકાન છે. આ દુકાનમાં ગુરુવારે અંદાજિત 1 2 વાગ્યે ગુંડાઓ સામાન્ય ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા હતા. આ દરમિયાન દુકાન સંચાલક સુરેન્દ્ર કુમાર સોની(52) આ સમયે એકલા હાજર હતા. દુકાનમાં ઘુસ્યા પછી યુવકોએ તેમને કેટલાક ઘરેણાં બતાવવા કહ્યું હતું. ત્યારબાદ સુરેન્દ્ર ઘરેણાં બતાવતા રહ્યા.

આ દરમિયાન સુરેન્દ્ર કંઇક લેવા માટે નીચે ઝુક્યા હતા. આ વાતનો ફાયદો ઉઠાવીને આરોપી બે યુવકોમાંથી એક યુવકે તેનું માથું પકડીને જોરથી કાઉન્ટર પર પછાડ્યું. પછી બન્ને શખ્સોએ પિસ્તોલ કાઢી અને સુરેન્દ્ર સોની પર ફાયરિંગ કરવાનું શરુ કર્યું. બન્નેએ તેમના માથા પર, છાતી પર અને ચેહરા પર સતત પાંચ-છ ગોળીઓ વરસાવી હતી. જ્યારે તે પોતાની ખુરશી પર પડી ગયા તો એક યુવકે તેમની છાતી પર જોરથી લાત મારી અને નીચે પાડી દીધા. ત્યારબાદ બંનેએ તુરંત કાઉન્ટર અને દુકાનમાં રાખેલા ઘરેણાં લુંટી ફરાર થઈ ગયા હતા.

એક હત્યારાનો સીધો હાથ નથી:
જાણવા મળ્યું છે કે, જે બે શખ્સોએ દુકાનમાં હત્યા કરી લૂંટ ચલાવી છે. તેમાંથી એક યુવકને ડાબા હાથની કોણીથી નીચેનો ભાગ નથી. દુકાનમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક યુવકનો હાથ કપાયેલો છે અને તે ડાબા હાથથી ગોળી ચલાવી રહ્યો છે. ત્યારબાદ તે લેપટોપ બેગ જેવી એક બેગમાં ઘરેણા, રોકડ લઇને નિકળી જાય છે. ત્યારબાદ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

સુરેન્દ્ર સોનીનું સારવાર દરમિયાન મોત:
આ પછી આસપાસના વેપારીઓ અને લોકોએ સુરેન્દ્ર સોનીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાંથી તેમને મેડિકલ કોલેજ રાયપુર લઇ જવાયા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું. તેમજ એસપી અભિષેક પલ્લવે આરોપીઓને પકડવા માટે રાયપુર અને દુર્ગની બોર્ડરોને નાકાબંધીના આદેશ આપ્યા છે. આની સાથે જ પોલીસ સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *