Thief Stolen Bike Returned in Surat: રાજ્યભરમાં ચોરીની અવાર નવાર ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર સુરતમાંથી એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ચોરે બાઈકની ચોરી કરી હતી જે બાદ બાઇકના માલિકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી, જે વાંચ્યા બાદ ચોરનું હ્રદય પરિવર્તન થયું હતું અને તે બાઈક પરત મુકવા(Thief Stolen Bike Returned in Surat) આવ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
પાર્કિંગમાંથી એક ચોર શનિવારે બાઈક ચોરવા માટે પહોંચ્યો હતો. પાર્ક કરેલા બાઈકનો લોક તોડીને તે બાઈક ચલાવીને ત્યાંથી ભાગી ગયો. આ ઘટના બાદ બાઇકના માલિક પરેશભાઈ પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી.અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે,“શ્રીમાન ચોર સજ્જન ને માલૂમ થાય કે જ્યાં થી બાઈકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં આરસીબુક અને ચાવી મુકેલ છે તો તમારા ટાઈમે આવી ને લઈ જજો અને સુખે થી ચલાવજો મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલ ની વ્યવસ્થા છે.”
View this post on Instagram
બાઇકના માલિક પરેશભાઈ પટેલની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી. જે બાદ ચોરનું અચાનક હ્રદય પરિવર્તન થતા ચોરીના ચાર દિવસ બાદ ચોર બાઈક પરત મૂકી ગયો હતો, બાઈક ચોરી અને બાઈક પરત મુકવા આવતો ચોર સીસીટીવી કેદ થયો હતો. હાલમાં બંને CCTV પણ સામે આવ્યા છે.
બાઇક ચોર પરત બાઇક મુકવામાં આવ્યો ત્યારે તે સીસીટીવીમાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, કેવી રીતે ચોર ચોરેલું બાઇક પરત મૂકી જાય છે. ચોરીના ચાર દિવસ બાદ ચોર પરત ગાડી મૂકી જતાં સીસીટીવીમાં કેદ થયો હતો. આમ, બાઇક માલિકની પોસ્ટ અને ચોર બાઇક પરત મૂકી જવાની ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube