મહારાષ્ટ્રમાં દિલ્હી મરકજ જેવો મામલો, હજુ સુધી સત્સંગ સ્થળ પર હાજર હતા 1300 શ્રદ્ધાળુઓ

Lockdown ના કારણે દેશના ઘણા વિસ્તારોમાં લોકો ગમે ત્યાં ફસાયેલા છે. પ્રદેશની સરકારો તેમના માટે વ્યવસ્થિત વ્યવસ્થાઓ કરી રહી છે જેથી કોરોના સંક્રમણનો ખતરો ઉત્પન્ન ન થાય.કેટલાક રાજ્યોમાં લોકો ને ત્યાં જ રોકીને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો ઘણા લોકોને તેમના મૂળ પ્રદેશમાં મોકલવાનું કામ ચાલી રહ્યું છે. કંઇક આવી જ ઘટના મહારાષ્ટ્રના લાતુર જિલ્લા ની છે. લાતુર ના રાઠોડ આ ગામમાં lockdown ના ફસાયેલા લગભગ 300 લોકોને પ્રાઇવેટ બસ થી તેમના ગામ જાદવ વાડી મોકલવામાં આવી રહ્યા છે. જાદવ વાડી પુણે જિલ્લામાં આવે છે.

જે લોકોને પ્રાઇવેટ બસો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તે તમામ લોકો રાઠોડ આ ગામમાં મહાનુભાવ પંથ ના સત્સંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા.જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાથી અહીંયા સત્સંગ ચાલી રહ્યો હતો.સત્સંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ lockdown ની જાહેરાત કરવામાં આવી તો લોકોએ અહીં જ ફસાઈ ગયા. ચાર પાંચ દિવસ અગાઉ વરસાદ થયો અને સત્સંગ નો મંડપ ઉપડી ગયો. ખાવાની બનાવવાની સામગ્રી પણ ખરાબ થઈ ગઈ. એ કારણે આ મહાનુભાવોની સાધકોને માથુ સંતાડવા માટે મંદિર અને સ્કૂલ નો આશરો લેવો પડ્યો.

તેમની પરિસ્થિતિઓને જોતાં પ્રશાસને પ્રાઇવેટ બસો દ્વારા તમામ લોકોને તેમના ગામ જાદવ વાડી આશ્રમ પાછા ફરવાની પરવાનગી આપી છે.આ લોકોને મોકલવા માટે ૪૪ સીટવાળી એક બસમાં 22 લોકોને બેસાડી પુણેના જાધવ વાડી મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં 32 બસ મળી છે. આ તમામ સાધકોને પાછા મોકલ વા માટે ત્રણ દિવસનો સમય લાગશે. આ તમામ સાધકો પર પ્રશાસનની નજર છે.આ તમામ સાધકોને ટેસ્ટ કરાવ્યા બાદ જ તેમને આગળ જવાની અનુમતિ આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *