ગોવા એક એવી જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિ ખુશી અને શાંતિ શોધવા જાય છે. પાર્ટી કરવા માટે પણ દેશમાં ગોવાથી સરસ બીજી કોઈ જગ્યા નથી. આથી તમે ત્યાં ન્યુ યર પાર્ટી માટે જવા માંગતા હોવ અથવા તો બેચલર્સ પાર્ટીનો પ્લાન હોય તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ગોવામાં શું શું જોવા જેવું છે?
ગોવામાં તેના મનમોહક દરિયાકિનારા ઉપરાંત પોર્ચુગીઝ વારસાની ઝલક જોવા મળશે. આવામાં તમારે બેચલર્સ પાર્ટી કરવી હોય તો ક્યાં કરવી જોઈએ? અમે તમને ગોવામાં બેચલર્સ પાર્ટી માટે કેટલાંક ઓપ્શન્સ આપી રહ્યા છીએ. જો આ પ્રમાણે પાર્ટી પ્લાન કરશો તો હંમેશા માટે આ અનુભવ યાદગાર બની રહેશે.
લક્ઝુરિયસ જગ્યા બુક કરાવોઃ
ગોવામાં રહેવા માટે તમને અનેક સારા ઓપ્શન્સ મળી રહેશે. હોટેલ કે રિસોર્ટ ઉપરાંત તમે પાર્ટી કરવા માટે કોઈ સુંદર વિલા પણ બુક કરાવી શકો છો.
કેટલાંકમાં તો બાજુમાં જ બીચ આવેલો હોય છે. તમને પ્રાઈવસી જોઈતી હોય તો તમે પ્રાઈવેટ હોમ કે વિલા બુક કરાવી શકો છઓ. લીલા ગોવા, ગ્રાન્ડ હ્યાત્ત કે વિવાન્તા બાય તાજ જેવી લક્ઝુરિયસ હોટેલમાં સ્ટે પણ તમારી ગોવા ટ્રિપને યાદગાર બનાવી દેશે.
ક્રૂઝ પાર્ટીઃ
પાર્ટીના શોખીન હોવ તો તમારે ગોવામાં ક્રૂઝ પાર્ટી મિસ નજ કરવી જોઈએ. તમે ક્રૂઝ કે યેચ ભાડે લઈને આખી રાત પાર્ટી કરી શકો છો. ક્રૂઝમાં સેર કરતા કરતા દરિયાનું સૌંદર્ય જોવાની તો તમને મજા પડશે જ, સાથે સાથે તમે ઈચ્છો એવી પાર્ટી અહીં એન્જોય કરી શકો છો.
વોટર સ્પોર્ટ્સઃ
ગોવાની નાઈટલાઈફ જોરદાર છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ ગોવામાં જોરદાર વોટર સ્પોર્ટ્સના ઓપ્શન્સ પણ છે. અહીં તમે તમારા ફ્રેન્ડ્સ સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.
અહીં સ્કુબા ડાઈવિંગ, સેઈલિંગ, જેટ સ્કીઈંગ, બનાના રાઈડ, વિન્ડ સર્ફિંગ, સ્નોરકેલિંગ વગેરે ઓપ્શન્સ તમને મળશે. અમુક પેકેજમાં અનલિમિટેડ બિયર, લંચ અને બીજી ફેસિલિટીઝનો પણ સમાવેશ થાય છે.
બીચ પાર્ટીઃ
ગોવામાં મોટા ભાગના લોકોને બીચ પાર્ટીનું ખાસ્સુ આકર્ષણ હોય છે. અંજુના બીચ પાર્ટી કરનારાઓમાં હોટ ફેવરિટ છે. કર્લીઝમાં મ્યુઝિકથી માંડીને ફૂડ સુધી પાર્ટી માટે પરફેક્ટ માહોલ હોય છે.
કેલંગટ અને કેન્ડોલિયમની બોર્ડર પર આવેલી ધ પાઈન શેક પણ નાઈટ પાર્ટી માટે સારુ લોકેશન છે. ગોવામાં અનેક નાઈટ ક્લબ્સ પણ આવેલા છે જ્યાં તમે બેચલર્સ પાર્ટી એન્જોય કરી શકો છો. તેમાંથી સોથી જૂનુ ટિટોઝ છે. આ જગ્યા પણ તમે ટ્રાય કરી શકો છો.