અમદાવાદઃ હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને ACB એ લાંચ લેતા ઝડપી પડ્યા

Published on Trishul News at 6:47 PM, Mon, 5 November 2018

Last modified on November 5th, 2018 at 6:51 PM

અમદાવાદઃ હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તથા એન્જિનિયરને એસીબીની લાંચ લેતા પકડી પાડ્યા હતા. આ અંગે એસીબીએ ચીફ ઓફિસરને પોતાની ગાડીમાંથી લાંચના રૂ. 2.46 લાખ સ્વીકારતા ઝડપી લીધા હતા. જ્યારે સિટી એન્જિનિયરને તેમના ઘરે લાંચના રૂ. 1. 23 લાખ સ્વીકારતા રંગે હાથ પકડી પાડ્યા હતા.

હિંમતનગર નગરપાલિકા દ્વારા હયાત ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ એપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ 2017 ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રક્ટ મળ્યો હતો.

એસીબીએ અમદાવાદમાં છટકું ગોઠવી લાંચની રકમ સાથે ઝડપ્યા

જેમાં કામ બાદ આ કંપનીનું રૂ. 4.38 કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર આશિષકુમાર દરજીએ ફરિયાદી પાસેથી બિલ પાસ કરવા 2.46 લાખની લાંચ માંગી હતી. જ્યારે સિટી એન્જિયિર જિજ્ઞેશ ગોરે રૂ. 1.23 લાખની લાંચ માંગી હતી.

આ અંગે એસીબીએ ટ્રેેપ ગોઠવી ચીફ ઓફિસરને નિરમા યુનિવર્સિટી પાસે ગાડીમાંથી, જ્યારે સિટી એન્જિનિયરને તેના થલતેજ સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો હતો.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "અમદાવાદઃ હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને ACB એ લાંચ લેતા ઝડપી પડ્યા"

Leave a comment

Your email address will not be published.


*