કોંગ્રેસના કોળી, પાટીદાર, આદિવાસી સમાજના અમુક ધારાસભ્યો પોતાના પક્ષમાં કોઈ કીમત નથી કરતું અને પોતાના વિસ્તારના કામ સરકારમાં રહીને કરાવી શકાય તેવા વિચાર સાથે સોમા પટેલ, જે વી કાકડિયા, અક્ષય પટેલ, પ્રદ્યુમ્ન જાડેજા, પુના ગામીત, અમરીશ ડેર સહિતના ૮ થી વધુ ધારાસભ્યો બળવો કરવાના મૂડમાં છે. આ તમામ ધારાસભ્યો ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ટીકીટ મળવાથી નારાજ ચાલી રહ્યા હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારવામાં આવેલા નરહરી અમીનને જીતવા માટેમાત્ર ૮ વોટ ની ઘટ છે. જે પૂર્ણ કરવા માટે ભાજપમાં જવા થનગની રહેલા કોંગ્રેસી ધારાસભ્યોને તોડી લાવીને અથવા ક્રોસ વોટીંગ કરાવીને પૂર્ણ કરી શકાશે. એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કથિત રીતે ગૃહ વિભાગ કએહ્શે તેમ વોટ કરશે જયારે BTPના ૨ ધારાસભ્યો પણ ભાજપ તરફી વલણ દાખવી શકે છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના બે ધારસભ્યએ રાજીનામાં આપ્યાના એંધાણ મળી રહ્યા છે. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા અને લિંબડીના ધારાસભ્ય સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હોવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે 12 થી 12.30 વાગ્યા દરમિયાન રાજીનામું આપી બન્ને ધારાસભ્ય રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહને મળ્યા હતા.
જ્યારે કે, અન્ય એક કોંગ્રેસના ધારાસભ્ય ગાયબ હોવાની માહિતી પણ સામે આવી છે. બન્ને ધારાસભ્યોએ મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. ત્યારે બન્ને ધારાસભ્યોના રાજીનામથી કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. જેવી કાકડિયા ધારીના ધારાસભ્ય છે. અને અમરેલીને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે જેવી કાકડિયાના રાજીનામાથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યુ છે.
રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને લિંબડીના ધારાસભ્ય સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હોવાની વાતો થઈ રહી છે. જ્યારે કે, અન્ય એક કોંગ્રેસના ધારાસભ્ય ગાયબ હોવાની માહિતી પણ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને ધારાસભ્યોએ મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત લીધી હતી. ત્યારે બન્ને ધારાસભ્યોના રાજીનામથી કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. જે.વી. કાકડિયા ધારીના ધારાસભ્ય છે. અને અમરેલીને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે જે.વી. કાકડિયાના રાજીનામાથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યુ છે.
ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. તેમના પત્ની કોકિલાબહેન છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વખાણ કરી ચૂક્યા છે. કોકિલા કાકડીયા કોંગી આગેવાન હોવા છતાં સરકારની કામગીરી સારી હોવાના નિવેદન સામે આવ્યા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, ધારી વિસ્તારના કામ સરકાર સાથે સારા સંબંધના કારણે થાય છે. ત્યારે કોકિલાબહેનના નિવેદન બાદ અનેક તર્ક-વિતર્ક શરુ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.