દુનિયાભરમાં ૬ હજારથી વધારે લોકોને કમોતે મારનારો કોરોના વાયરસનો કહેર રોકાવાનું નામ નથી લઇ રહ્યો. રોજ દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ૨૪ કલાકમાં ૧૨ નવા કોરોનાના દર્દીઓને પુષ્ટિ થઈ ચૂકી છે. અત્યાર સુધી દેશભરમાં 128 કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં એક ત્રણ વર્ષની છોકરી પણ શામેલ છે. કોરોના થી મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત છે. મુંબઈ, નવી મુંબઈ અને યવતમાલ માં આ વાયરસના નવા પાંચ કેસ સામે આવ્યાની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 39 સુધી પહોંચી ગયા છે. મુંબઈ પોલીસ ધારા 144 લાગુ કરી ચૂકી છે, જ્યારે ગ્રુપ ટુર પર રોક લગાવી દેવામાં આવી છે. પુણેમાં અત્યાર સુધી સૌથી વધારે 16 કેસો સામે આવી ચૂક્યા છે.
કોરોના થી ત્રીજા વૃદ્ધનું મૃત્યુ
દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે ૬૪ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
Maharashtra: A 64-year-old COVID-19 patient passes away at Mumbai’s Kasturba hospital pic.twitter.com/E1X8Dj78n0
— ANI (@ANI) March 17, 2020
મહારાષ્ટ્ર ગોવા બોર્ડર પર સ્ક્રીનીંગ શરૂ
વાયરસના કારણે મહારાષ્ટ્ર અને ગોવાના બોર્ડર પર ચેકપોસ્ટ શરુ કરવામાં છે. આ ચેક પોસ્ટ બેલાગાવી માં લગાવવામાં આવી છે. બંને તરફથી આવતા તથા જતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.