15 વર્ષની ઉંમરે દર મહીને કમાય છે લાખો રૂપિયા- અત્યારથી આલીશાન બંગલા અને લક્ઝરી કારનો છે માલિક

ઘણા લોકો અમીર(Rich) બનવાનું સપનું જુએ છે. કેટલાક લોકો મહેનત અને સમર્પણથી અમીર બને છે તો કેટલાક લોકો વારસામાં મળેલા પૈસાથી અમીર બને છે. આ…

ઘણા લોકો અમીર(Rich) બનવાનું સપનું જુએ છે. કેટલાક લોકો મહેનત અને સમર્પણથી અમીર બને છે તો કેટલાક લોકો વારસામાં મળેલા પૈસાથી અમીર બને છે. આ સિવાય એક બાળક એવો પણ છે જે 15 વર્ષની ઉંમરમાં જ એટલો અમીર બની ગયો છે કે તેની પાસે અનેક લક્ઝુરિયસ કાર(Luxurious car), આલીશાન બંગલા(Luxurious bungalow) અને લાખો રૂપિયાની પ્રોપર્ટી છે. અહેવાલો અનુસાર, આ બાળક આ ઉંમરે ખૂબ જ ભવ્ય જીવન જીવે છે અને દર મહિને લગભગ 16 લાખ રૂપિયા કમાય છે.

 

View this post on Instagram

 

A post shared by DONLAD (@donlad)

આ 15 વર્ષનો બાળક કોણ છે?
મળતી માહિતી મુજબ, આ 15 વર્ષના બાળકનું નામ ડોનાલ્ડ ડોગર છે. ડોનાલ્ડની પાસે લાખો રૂપિયાની સંપત્તિ છે અને તે એક દિવસના લગભગ 16 લાખ રૂપિયા (17 હજાર પાઉન્ડ) કમાય છે. ડોનાલ્ડ વિશે એવું કહેવાય છે કે તેને અમેરિકાનો સૌથી ધનિક બાળક કહેવાનું પસંદ છે. પરંતુ જો વાસ્તવિકતાની વાત કરીએ તો તે અમેરિકાના અમીર બાળકોની યાદીમાં 19મા નંબરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by DONLAD (@donlad)

કેવી રીતે કમાય છે આટલા પૈસા:
રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ડોગર તેના વીડિયોથી કમાણી કરે છે. યુટ્યુબ પર તેની એક ચેનલ છે, જેના લગભગ 5.96 લાખ સબસ્ક્રાઇબર્સ છે. તેણે 2019માં પોતાની ચેનલ બનાવી, જેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. આ સિવાય ડોનાલ્ડ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે અને ત્યાંથી પણ ઘણી કમાણી કરે છે. ડોનાલ્ડને સબ્સ્ક્રાઇબર્સ અને વિડિયો વ્યુઝને કારણે ઘણી બધી જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મળે છે, જેનાથી તે લાખો કમાય છે.

 

View this post on Instagram

 

A post shared by DONLAD (@donlad)

ઘણી લક્ઝરી કાર અને બંગલાના માલિક:
રીપોર્ટ અનુસાર, ડોનાલ્ડ યુએસમાં ડ્રાઇવિંગ કાયદા અનુસાર તેની ઉંમરને કારણે ડ્રાઇવ કરી શકતો નથી પરંતુ તેની પાસે મેકલેરેન, ઓડી અને બુગાટી જેવી ઘણી સુપરકાર છે. તેણે તેની યુટ્યુબ ચેનલ પર તેના લક્ઝરી વાહનોના વીડિયો પણ પોસ્ટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *