અંડર વર્લ્ડ ડોન ના પ્રેમમાં પડી ને ગુમાવ્યું પોતાનું કરિયર….. જાણો કોણ કોણ છે આ અભિનેત્રીઓ…. જાણીને થશે નવાઈ….

અંડરવર્લ્ડ ડોન સાથે પ્રેમમાં પડીને ગુમાવી પોતાની ઓળખ… ઘણો કોણ કોણ છે અભિનેત્રીઓ …. જાણીને ચોંકી જશો …. પ્રિય વાંચકો બોલીવુડ ફિલ્મ જગતની મુંબઈ અંડરવર્લ્ડ…

અંડરવર્લ્ડ ડોન સાથે પ્રેમમાં પડીને ગુમાવી પોતાની ઓળખ… ઘણો કોણ કોણ છે અભિનેત્રીઓ …. જાણીને ચોંકી જશો ….

પ્રિય વાંચકો બોલીવુડ ફિલ્મ જગતની મુંબઈ અંડરવર્લ્ડ ની દુનિયા સાથે ખૂબ જ જૂની ગાઢ મિત્રતા રહી છે.  ક્યારે કોઈ સુપરસ્ટાર ને અંડરવર્લ્ડની ધમકી પણ મળતી હોય છે કે પછી કોઈ અભિનેત્રી નો અન્ડરવર્લ્ડ ડોન સાથે પ્રેમ સંબંધ સામે આવતા હોય છે. આમ કોઈને કોઈ રીતે અંડરવર્લ્ડનો આપણા બોલિવૂડ ફિલ્મ જગત સાથે કોઈ ને કોઈ સંબંધ અવશ્ય સમય સમય જોવા મળે છે. આજે અમે તેના આધારે બોલીવુડની પાંચ એવી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અંડરવર્લ્ડના  ખૂંખાર ડોન ને ચાહવા લાગી હતી. તો ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિશે. એમાંથી અમુક અભિનેત્રીઓના નામ જાણીને તમને નવાઈ લાગશે.

સૌથી પહેલી અંડરવર્લ્ડ ડોન અને અભિનેત્રીની જોડી છે, હાજી મસ્તાન અને અભિનેત્રી સોના. હાજી મસ્તાન અને સોનાના અફેરની ખૂબ જ ચર્ચા રહી હતી. તેમની પ્રેમ કહાની પર એક ફિલ્મ પણ બની હતી જેનું નામ છે,” વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ”. જેમાં હાજી મસ્તાન અને સોનાની પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સૌથી મસુર ડોન દાઉદ ઈબ્રાહીમ પહેલા જગતમાં હાજી મસ્તાન નું નામ હતું અને મુંબઇ અંડરવર્લ્ડમાં તેના નામનો સિક્કો ચાલતો હતો.

ત્યારબાદ છે બોલિવૂડની સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણી અને વિક્રમ ગોસ્વામી. મમતા કુલકર્ણી 90ના દાયકાની ખૂબસૂરત અભિનેત્રી ખૂબ જ સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી ગણાતી હતી. પરંતુ મમતાનું નામ એક ગેંગસ્ટર ગોસ્વામી સાથે જોડાયું હતું. જેના કારણે આજે પણ મમતા એક ગુમનામ જીંદગી જીવી રહી છે. બન્ને પ્રેમમાં પડ્યા ત્યારબાદ તેઓ બંને દસ વર્ષ સુધી દુબઈમાં રહ્યા હતા ત્યારબાદ વર્ષ 2014માં કેન્યા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

ત્રીજી જોડી છે દાઉદ ઈબ્રાહીમ અને અનિતા. બોલિવૂડ અભિનેત્રી અનિતા આયોગ સાથે અંદર વર્લ્ડ ની દુનિયા નો સૌથી પ્રખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમના પ્રેમસંબંધો રહી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર એવું પણ કહેવાય છે કે એક ફિલ્મ નિર્માતા જાવેદે જ્યારે અનિતા યુગને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી તો દાઉદે ફિલ્મનિર્માતા જાવેદને મોતને ઘાટ પણ ઉતાર્યો હતો.

ચોથી જોડી છે દાઉદ ઈબ્રાહીમ અને મંદાકિની. ફિલ્મ ram teri ganga maili થી પ્રખ્યાત અભિનેત્રી મંદાકિનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી હતી. આ ફિલ્મના સુપર હિટ થયા બાદ મંદાકિની એ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરેલું છે. જેમકે ફિલ્મ લોહા, ડાન્સ ડાન્સ, જાહિલ, કમાન્ડો જેવી ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. મિત્રો તમે મંદાકિની ફિલ્મનો જોયો હોય તો તમને અંદાજો આવી ગયો હશે કે પોતાના સમયની તે સૌથી ખૂબસૂરત અભિનેત્રી રહી હશે. પરંતુ બોલિવૂડમાં પોતાની સુંદરતા અને અભિનયથી અલગ ઓળખ બનાવનાર મંદાકિની ખતરનાક ડોન દાઉદના પ્રેમમાં પડી ત્યારબાદ તેણે બોલિવૂડમાં પોતાની ઓળખ ગુમાવી દીધી હતી. તેમ છતાં પણ દાઉદ ના કારણે મંદાકિનીને બોલીવુડમાં ફિલ્મો મળી રહી હતી. પરંતુ ત્યારબાદ તેમણે બન્નેએ લગ્ન કરી લીધા હતા અને થોડા સમય બાદ બંને તલાક પણ લઈ લીધા હતા.

પાંચમી અભિનેત્રી છે મોનિકા બેદી. બોલિવૂડની મસૂર અભિનેત્રી રહી ચૂકેલી મોનિકા બેદી ના અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ ની પ્રેમ કથા પણ એટલી જ જાણીતી છે. જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર એવું પણ સામે આવ્યું હતું કે અભિનેત્રી મોનિકા બેદી ફિલ્મ માટે ડિરેક્ટરને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની ધમકી પણ અપાઈ હતી. તમને જણાવી દઇએ કે મોનિકા બેદી અને અબુ સલીમ જેલમાં પણ જવું પડ્યું હતું. પરંતુ મોનિકા થોડા વર્ષોની સજા ભોગવીને જેલમાંથી છૂટી ગઈ હતી. જ્યારે અબુ સલીમ આજે પણ જેલમાં જ છે. એ જાણીને નવાઈ થશે કે આજે પણ મોનિકા ટીવી સિરિયલોમાં કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *