આ છે આસારામને જેલમાંથી છોડાવવા પ્રયત્ન કરનારા વકીલો, જે રાજકીય પાર્ટીમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે

આસારામ બાપુ, સ્વઘોષિત ભગવાન. જ્યારે ભગવાન ના નામ પર અનેક રેપ કેસ દાખલ થયા તો દુનિયા બે સમૂહમાં વહેંચાઈ ગઈ. એક સમૂહ એ એવો છે કે જેનો આવા સંતો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યારે બીજો સમુહ એવો કે તેમનું ચાલે તો ‘બાપુ નિર્દોષ છે’ ના નારા પોતાના હાથ પર ચિતરાવી નાખે. જ્યારે ભક્તોની ભક્તિ કાયદાને પોતાનું કામ કરવાથી રોકી ન શકી તો બાપુને જેલ જવું પડ્યું.

આવામાં બાપુએ પોતાની અખુટ સંપત્તિ અને દોલત ને કામે લગાવ્યા. પોતાનો કેસ લડવા માટે દેશમાં એક થી વધીને એક નામી વકીલોની સહાયતા લીઘી. વકીલોની આ ભીડમાં 7 વકીલ એવા છે જેમને આખું હિન્દુસ્તાન ઓળખે છે. કાયદાની દુનિયામાં આ ખૂબ જ મોટા નામ છે. ચાલો જાણીએ તેમના વિશે.

રામ જેઠમલાણી

રામ જેઠમલાણી આસારામનો કેસ હાથમાં લેનારા પહેલા વ્યક્તિ બન્યા. રામ જેઠમલાણીના કદથી દેશભરમાં બધા જ વાકેફ છે. તેમનાથી વધુ હાઈપ્રોફાઈલ કેસ કદાચ જ કોઈ વકીલ પાસે ભારતમાં હશે. અમુક કેસીસ વિશે તમને જણાવી દઈએ. તમને પોતે જ અંદાજ આવી જશે કે તેઓ કેટલા મોટા વકીલ છે.

સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી અર્થશાસ્ત્રી, વકીલ, ગણિતજ્ઞ અને રાજનેતા છે. આસારામના કેસમાં તેઓ જોધપુર જેલ જઈને આસારામને મળ્યા. તેમણે જાહેરાત કરી કે આસારામ સામેનો આ કેસ ખોટો છે. તેમણે આ કેસને સોનિયા ગાંધી નું કાવતરું ગણાવ્યુ. સ્વામીએ કોર્ટમાં પોતાની ઓળખાણ આપવાનું શરૂ કરી દીધું. અન્ય સરકારી વકીલોએ સ્વામીને સવાલ કર્યો કે શું તેઓ આ કેસ લડવા માટે યોગ્ય છે? કારણકે વકીલોની યાદીમાં તેમનું નામ નહોતું.

કે ટી એસ તુલસી

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ. આમણે પણ આસારામ કેસમાં પોતાની ઉપસ્થિતિ દાખલ કરાવી છે. તુલસી ખૂબ જ પ્રતિષ્ઠિત વક્તા અને કાયદાકીય વિશ્લેષક છે. અનેક ટાડા કેસીસમાં તેમણે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે રોબર્ટ વાડ્રા નો કેસ લડ્યો હતો. ઉપહાર સિનેમા અગ્નિકાંડ ના પીડિતોને ન્યાય અપાવ્યો હતો. દિલ્હી ટેરટ અટેકમાં સજા પ્રાપ્ત થયેલ દેવેન્દ્ર પાલ સિંહ નો કેસ લડી અને મોતની સજાને બદલવામાં કામયાબ થયા.

યૂ યૂ લલિત

આસારામ કેસ એડવોકેટ ઉદય ઉમેશ લલિત ના છેલ્લા કેસોમાંથી એક હતો. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયા. જસ્ટિસ લલિત ત્રિપલ તલાક કેસની સુનાવણી માટે બનેલ ઐતિહાસીક બેન્ચ નો હિસ્સો હતા. આસારામ કેસમાં તેમનો પણ લાઈન ઓફ ડિફેન્સ એ જ હતો કે છોકરી નાબાલિક નથી. તેના સ્કૂલ સર્ટિફિકેટ ના હિસાબે તે બાલિક છે. બીજી આપત્તિ એ હતી કે પોક્સો એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વચ્ચે વિસંગતિ છે. બંને માં ‘ચાઈલ્ડ’ ની પરિભાષા અને ઉંમર નિર્ધારણ અલગ અલગ છે. કોર્ટ દ્વારા આ મુદ્દાઓ પર વિચાર કરવાની વાત કરવામાં આવી પણ જમીન આપવા સ્પષ્ટ ઇન્કાર કર્યો.

સલમાન ખુર્શીદ

કદાવર કોંગ્રેસ નેતા અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી. જે એ વાત પર ટ્રોલ થયા કે તેમની પાર્ટીએ આશારામની ખુબ આલોચના કરી હતી, પરંતુ તેઓ આ કેસ લેવા તૈયાર કેમ થયા. આસારામ કેસમાં તેઓએ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અપાવવા કોશિશ કરી હતી. આસારામે દાવો કર્યો હતો કે તેને ટાઇગ્રેમીનલ ન્યુરોલોજીયાની બીમારી છે જેથી માથું અને ચહેરામાં ભયાનક દર્દ થાય છે. તેમને આની ટ્રીટમેન્ટ કરાવવા માટે જામીન જોઈએ છે. સલમાન ખુર્શીદે કોર્ટે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટને ગામ-નાઇફ પ્રોસિજર નામની સર્જીકલ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે. જેના માટે તેમને જામીન આપવામાં આવે. કોર્ટે જોધપુરની એસ એન મેડિકલ કોલેજ ને મેડિકલ ટીમ બનાવવા નો નિર્દેશ કર્યો. સલમાન ખુર્શીદને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સાક્ષીઓની ગવાહી ન લેવામાં આવે, ત્યાં સુધી આસારામને જામીન મળી શકશે નહીં.

સિદ્ધાર્થ લુથરા

અન્ય એક સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરા ભારતના એડિશનલ સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. ક્રિમિનલ લૉ માં સ્પેશિયાલિસ્ટ સિદ્ધાર્થ લુથરા દેશ-વિદેશમાં ભણાવવા પણ જાય છે. ૨૦૦૨માં તેમણે તહલકા મેગેઝીન વેસ્ટ એન્ડ સ્ટિંગ ઓપરેશન કેસ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2011માં facebook એ પણ તેમની પાસેથી મદદ લીધી હતી. આ ઉપરાંત તેઓ હજી એક ચર્ચિત કેસનો હિસ્સો રહ્યા છે. અરુણ જેટલીએ અરવિંદ કેજરીવાલ પર જે માનહાનિનો દાવો કર્યો હતો, તેમાં જેટલીના વકીલ તરીકે સિદ્ધાર્થ હતા. 2015 ના કેસ ફોર્ડ સ્કેમમાં તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિદ્ધાર્થે પણ આસારામને બીમારીના આધારે જામીન અપાવવાની કોશિશ કરી હતી. આ જ સંદર્ભમાં તેમણે કોર્ટ ને પ્રાર્થના કરી હતી કે આસારામને જોધપુર જેલથી કોર્ટ લાવતી વખતે એક્સ્ટ્રા સાવધાની રાખવામાં આવે. તેના પર કોર્ટે પૂછ્યું હતું કે શું ખાસ લોકો માટે કાયદામાં અલગ પ્રાવધાન છે? કોર્ટે એમ પણ કહ્યું હતું કે એમ્સના ડોક્ટરોની એક ટીમ આસારામનું મેડિકલ એક્ઝામિનેશન કરશે. ત્યાર બાદ અમુક સાક્ષીઓની ગવાહી લીધા પછી જ આસારામ ની જામીન અરજી પર વિચારણા કરવામાં આવશે.

રાજુ રામચંદ્રન

રાજુ રામચંદ્રન પણ સુપ્રીમ કોર્ટના સિનિયર અધિવક્તા છે. ૨૦૦૨ના દંગા અને અજમલ કસાબ કેસમાં પણ તેઓ ન્યાય મિત્ર રહી ચૂક્યા છે. મુંબઈ અટેક કેસમાં તેમણે પોતાની ફી લીગલ સર્વિસીસ ઓથોરિટી અને દાન કરી દીધી હતી જે 18 પોલીસવાળા અને સુરક્ષાકર્મીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. આ વાતની સુપ્રીમ કોર્ટે પણ તારી કરી હતી અને ‘હાઈ પ્રોફેશનલ એથિક્સ’ જણાવ્યું હતું. તેમણે કોર્ટને કહ્યું હતું કે આસારામ ની તબિયત દિવસેને દિવસે બગડતી જાય છે, જેથી તેમને જામીન આપવામાં આવે છે. પરંતુ કોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *