આ અદ્ભુત સંયોગ 19 વર્ષ બાદ રચાઈ રહ્યો છે. 2023 માં મહાદેવના ભક્તો માટે ખુબ જ મોટી ખુશ ખબર છે, આવનારા વર્ષ 2023 માં ખુબજ ફેરફાર જોવા મળી રહ્યા છે. જ્યોતિષીઓના કહેવા અનુસાર 2023 માં 2023માં અધિક મહિનાને કારણે શ્રાવણ મહિનો એક નહીં પરંતુ બે મહિના સુધી ચાલશે. હિંદુ કેલેન્ડર અનુસાર 2023, 12 ને બદલે 13 મહિનાનું વર્ષ હશે. શ્રાવણનો મહિનો બે મહિના સુધી ચાલશે.
2023માં મહાદેવ તેના ભક્તો પર બે મહિના સુધી રાખશે તેમની અસીમ કૃપા
વર્ષ 2023માં 2 મહિના સુધી મળશે મહાદેવના આશીર્વાદ. ભક્તોને મહાદેવને પ્રસન્ન કરવા માટે અને આશીર્વાદ મેળવવા માટે એક નહી પરંતુ બે મહિના મળશે. કારણ કે આ વર્ષે અધિક માસ હશે. શાસ્ત્રો અનુસાર તેને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અદ્ભુત સંયોગ 19 વર્ષ બાદ રચાઈ રહ્યો છે. કે શ્રાવણનો મહિનો બે મહિના સુધી ચાલશે.
અધિકમાસ એટલે હિંદુ કેલેન્ડર મુજબ દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો આવે છે, તેને અધિકમાસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે. સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જે માસમાં સંક્રાંતિ ન હોય તેને અધિકામાસ અથવા મલમાસ કહેવામ આવે છે. આ સ્થિતિમાં શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
ભગવાન વિષ્ણુને સમર્પિત માસ એટલે અધિક માસ. તેથી અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વધારે મહત્વ છે. આ મહિનામાં ગ્રહ શાંતિ, દાન, પુણ્ય, વિષ્ણુ મંત્રોનો જાપ વગેરે કરવામાં આવે છે. 32 મહિના 16 દિવસે પછી એટલે કે ત્રણ વર્ષ પછી અધિકમાસ આવે છે. 2023માં હિંદુ કેલેન્ડર અનુસાર અધિક મહિનો 18 જુલાઈ થી 16 ઓગસ્ટ 2023 સુધી છે.
અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશુભ પરિણામોથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે મલમાસમાં પૂજા કરનારા લોકોને ભગવાન વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપે છે. પૂજા કરનાર ને તમામ પાપોમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ છે અને તમામ મનોકામનાઓ સ્વયમ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.