આ ખૂબસુરત એરહોસ્ટેસ મહાકુંભમાં બની સાધવી! લાખોની નોકરી છોડી અપનાવશે સંન્યાસનો કઠિન માર્ગ

Mahakumbh Viral Girl: આ વખતનો મહાકુંભ સૌથી વધારે ચર્ચિત રહ્યો છે. પહેલા હર્ષા રિછારીયા, મોનાલિસા અને હવે ત્રીજી એક સાધ્વીની એન્ટ્રી થઈ છે. રુપ-રુપના અંબાર જેવી આ છોકરી (Mahakumbh Viral Girl) એર હોસ્ટેસની નોકરી છોડીને સાધ્વી બનવા મહાકુંભમાં આવી હતી. તેનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. યુવતીના કપાળ પર તિલક છે અને તેના ગળામાં ઘણા રુદ્રાક્ષ પણ જોવા મળે છે.

લાખોના પગારવાળી નોકરી છોડવાનું શું કારણ?
ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ યુવતીને પૂછે છે કે, લાખોના પગારની નોકરી છોડીને સાધ્વી બનવા પાછળ શું કારણ છે? જવાબમાં છોકરીએ કહ્યું કે ભલે એર હોસ્ટેસને લાખોનો પગાર મળતો હોય કે છોકરીઓની એક પેશન હોય પરંતુ જ્યારે તમે તમારા મનથી ખુશ ન હો, તો તમને ધાર્મિક બાબતોમાં તમારા મનથી ખુશી મળે છે. તમે ફક્ત તેમના તરફ વળશો. પછી પૈસાથી કોઈ ફરક પડતો નથી, તમારે મનની શાંતિની જરૂર છે. યુવતીના કહેવાનો અર્થ એવો કે તેણે મનની શાંતિ માટે સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે.

4 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો
આ વીડિયોને 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- લોકોએ આ આધ્યાત્મિક પોસ્ટને બિઝનેસ બનાવી દીધી છે. અન્ય એક યુઝરે લખ્યું- દરેકને વાયરલ થવું છે. ત્રીજા યુઝરે લખ્યું- હવે લાગે છે કે તે પણ સોશિયલ મીડિયા સ્ટાર બનવા માંગે છે.

તેણે કહ્યુ- એર હોસ્ટેસની જોબ એ ઘણી છોકરીઓની ડ્રીમ જોબમાંથી એક હોય છે, અને તેના માટે પણ હતી, જો કે હવે તેનું મન ભક્તિ તરફ વળી રહ્યું છે. તાજેતરમાં જ તેની માતાનું નિધન થયું છે, તેમના ગયા પછી તે ઘણી વ્યથિત છે, અને હવે તે ઈશ્વર જે માર્ગે લઈ જાય ત્યાં જવા માગે છે.

તે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે અને પૂજા-પાઠ કરે છે પણ હવે સંપૂર્ણ રીતે આ જ કામ કરવાની ઈચ્છા રાખે છે. માતાના નિધનથી તેને ભારે આઘાત લાગ્યો હતો, અને આ સમયે કોઈ ઉભું રહ્યું નહિ. આ જોયા પછી તેને લાગ્યુ કે ભલે કોઈ ન હોય પરંતુ ભગવાન તો સાથે જ છે. હવે તે કુંભમાં જઈને ભક્તિમય માહોલ જોયા પછી આગળના જીવન માટે મહત્વનો નિર્ણય લેવા માગે છે.