Congress candidate Lalit Vasoya: પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર(Congress candidate Lalit Vasoya) છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.
સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું
પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે,‘ કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝને કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું,
જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે.’ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે. પોરબંદર લોકસભાનાં ઉમેદવાર લલિત વસો એ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે.
વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો
લલિત વસોયાએ તેમને ફંડ મળે તે માટે પોતાનો બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે. લલિત વસોયાએ વધુમાં કહ્યું કે ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે.
પોરબંદર લોકસભા ઉમેદવાર છે લલિત વસોયા
પોરબંદર બેઠક પર ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વસોયા 2017 માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય રહી ચુક્યા છે.જો કે 2019 અને 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 2024 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App