આ દેશની સરકાર બે પત્નીઓને રાખવા પર મકાન ભથ્થું આપે છે, કારણ કે અહીં….

આપણે ઘણી વખત જોયું છે કે,બે પત્ની રાખવા ઉપર ગુનો નોંધવામાં આવે છે.અને એની સજા થાય છે. પરંતુ અમે આજે એક એવા દેશ વિશે વાત…

આપણે ઘણી વખત જોયું છે કે,બે પત્ની રાખવા ઉપર ગુનો નોંધવામાં આવે છે.અને એની સજા થાય છે. પરંતુ અમે આજે એક એવા દેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે દેશમાં સરકારે બે પત્નીવાળા લોકો માટે મકાન ભથ્થું જાહેર કર્યું છે.

તસ્વીરો માત્ર સાંકેતિક છે..

સંયુક્ત આરબ અમીરાતે એક વિચિત્ર કાયદો રજૂ કર્યો છે, જે હેઠળ સરકાર બે પત્નીઓને રાખવા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડી રહી છે. અહીંની સરકારે બે પત્નીવાળા લોકો માટે મકાન ભથ્થું જાહેર કર્યું છે.

આ દેશમાં અપરિણીત છોકરીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ યોજના રજૂ કરી છે. યુએઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રધાન ડો.અબ્દુલ્લા બેલ્હૈફ અલ ન્યુમિએ ફેડરલ નેશનલ કાઉન્સિલ ના સત્ર દરમિયાન આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે,મંત્રાલયે નિર્ણય લીધો છે કે શેઠ ઝાયદ હાઉસિંગ પ્રોગ્રામ હેઠળ બે પત્નીઓને રાખનારા તમામ લોકોને મકાન ભથ્થું આપવામાં આવશે.

તેમના મતે, તે બીજી પત્ની માટે મકાન ભથ્થું હશે. આ એક પત્ની સાથેના પરિવાર દ્વારા પહેલેથી જ મળેલ મકાન ભથ્થા ઉપરાંત હશે. મંત્રીએ કહ્યું કે,બીજી પત્ની માટે પણ તે જ પ્રકારની જીવન વ્યવસ્થા હોવી જોઈએ, જેવી કે, પહેલી પત્ની માટે છે.

મંત્રીએ કહ્યું કે,ઘર ભથ્થું આપીને લોકોને બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને યુએઈમાં અપરિણીત મહિલાઓની સંખ્યામાં ઘટાડો થશે. મંત્રાલય ઈચ્છે છે કે, બીજી પત્નીને પણ પહેલી પત્ની જેવું ઘર આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *