Cultivation of saffron: કેસરનું નામ સાંભળીને તમને વિચાર આવતો હશે કે તેનું ઉત્પાદન કાશ્મીરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ થાય છે. જો કે હવે બદલાતી ટેકનોલોજી સાથે એક કપલે વડોદરામાં કેસરની સફળ ખેતી( Cultivation of saffron ) કરી છે.વડોદરા શહેરમાં રહેતા દંપતી વૈભવ પટેલ અને આસ્થા મહેશ્વરી પટેલે પોતાના ઘરમાં જ કેસરની ખેતી કરી છે. આ દંપતીએ કેસરની ખેતી માટે વૈજ્ઞાનિક ઢબે રિસર્ચ કરીને ખેતીની શરૂઆત કરી છે. હાલ તેઓ એરોપોનિક્સ પદ્ધતિથી થતા કેસરની ખેતી કરી રહ્યા છે.
કાશ્મીરી કેસરની સફળ ખેતી પોતાના ઘરમાં કરી બતાવી
દુનિયામાં જેની સૌથી વધુ માંગ રહે છે, એવા કેસરની ખેતી સામાન્ય રીતે કાશ્મીરમાં થાય છે. ત્યાંનું કુદરતી વાતાવરણ અને આબોહવા કેસરની ખેતી માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તે વિસ્તારમાં વધુ થાય છે. પણ હવે આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી કાશ્મીર બહાર પણ કેસરની ખેતી કરવાના સફળ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરાના એક યુગલે આવો એક પ્રયોગ હાથ ધરી કાશ્મીરી કેસરની સફળ ખેતી પોતાના ઘરમાં કરી બતાવી છે.પૂણેની સિમબાયોસિસ સંસ્થામાં બીબીએ થયેલા વૈભવ પટેલ આમ તો ટ્રેડર્સ, શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે, તેમના પત્નીએ આણંદની ઇરમામાંથી એમબીએની પદવી હાંસલ કરી ખાનગી સંસ્થામાં રિસર્ચ કાર્ય કરી રહ્યા છે. બન્નેને કૃષિમાં નવા પ્રયોગો કરવાનો શોખ છે.
કશ્મીરથી 400 કિલો કેસરના બીજ દંપતીએ મંગાવ્યા હતા
વૈભવ પટેલે જણાવ્યું કે, કેસર બહુવર્ષીય છોડ છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેની ખેતી કરવામાં આવે છે. તેના કંદ ડુંગળીના કંદ જેવા હોય છે. દર વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન છોડમાં ફૂલ આવે છે. એક ફૂલમાંથી કેસરના માત્ર ત્રણ દોરા જ મેળવી શકાય છે.વડોદરામાં પ્રથમ વખત આ પ્રમાણે ખેતી કરવામાં આવી છે. કશ્મીરથી 400 કિલો કેસરના બીજ દંપતીએ મંગાવ્યા હતા. આ દંપતીએ મે મહિનાથી કેસરની ખેતી પર રિસર્ચ શરૂ કર્યું હતું અને ઓગસ્ટ મહિના દરમિયાન ખેતીની શરૂઆત કરી હતી. જેમાં હાલ નવેમ્બર માસમાં સારા પ્રમાણમાં કેસરના ફૂલ પાકમાં લાગ્યા છે. શરૂઆતના આ પ્રથમ મહિનામાં 20 થી 25 ગ્રામ કેસરનું ઉત્પાદન થયું છે.
રૂમમાં હ્યુમીડી ફાયર અને ચીલર લગાવવામાં આવ્યું
વડોદરાના દંપતીએ કેસરની ખેતી કરવા માટે કશ્મીરના ખેડૂતોને મળી તમામ પ્રકારની માહિતી મેળવી હતી. માહિતી પ્રમાણે તેઓએ સૌ પ્રથમ કેસર માટે અનુકૂળ આવે તેવું વાતાવરણ એક નાનકડા રૂમમાં તૈયાર કર્યું હતું. શરૂઆતમાં રૂમનું ટેમ્પરેચર 25 ડિગ્રી રાખ્યું હતું. ધીમે ધીમે ટેમ્પરેચર ઘટાડીને 10 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવ્યું છે. આ ટેમ્પરેચર કાશ્મીરના વાતાવરણને મેચ કરે છે. રૂમમાં હ્યુમીડી ફાયર અને ચીલર લગાવવામાં આવ્યું છે.
માત્ર ચાર જ માસમાં ફૂલો આવ્યા
વૈભવ પટેલ કહે છે કે, સાત માસના સંશોધન બાદ એરોપોનિક્સ પદ્ધતિથી કેસરની ખેતી કરવામાં સફળતા મળી છે. કાશ્મીરથી બિયારણ લાવ્યા બાદ લાકડાની ટ્રેમાં મૂકી ઓગસ્ટ-2023માં આ બિજ વાવ્યા હતા. જેને માત્ર ચાર જ માસમાં ફૂલો આવ્યા અને ત્યાર પછી અમે તેની લણણી કરી હતી. જેમાં અમને 30 ગ્રામ કેસર પ્રાપ્ત થયું હતું. આ કેસર અમે પરિવારજનો, મિત્રોને આપ્યું તો તેમણે બહુ જ પ્રશંસા કરી હતી. હવે આગામી વર્ષથી અમને કેસરનું વધુ ઉત્પાદન મળતું થશે. અમે જે 2040 રોપા ઉછેર્યા છે, તેમાંથી ઉત્પન થતાં કેસર સિવાય અમને એક રોપામાંથી ત્રણચાર બી પણ મળે છે. જેને ફરી વાવી કેસરનું ઉત્પાદન વધારવાનું આયોજન છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી કેસરની ખેતી વિષે જાણ્યું
આસ્થા પટેલ જણાવે છે કે, અમે આ રીતે ખેતી કરવા માંગતા લોકોને અમે શોશ્યલ મીડિયાના માધ્યમથી શીખવીએ છે. અમને આ ખેતીને વ્યવસાયિક ધોરણે કરવા માંગીએ છીએ. વધુ કેસર ઉત્પન્ન કરી નિકાસ કરવાની પણ ઇચ્છા રાખીએ છીએ.
પાંચ લાખનું કર્યું રોકાણ
કેસરની ખેતી માટે પહેલા તેના બીજને સૂકવવા માટે ખુલ્લામાં રાખવા પડે છે. ત્યારબાદ ચાંદી લગાવવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. પછી બીજને ઉપરથી કાપવાના હોય છે. તે પછી તેનું વાવેતર થાય છે.આ કપલે કેસરની ખેતી માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. જે ભવિષ્યમાં ખૂબ સારું વળતર આપશે તેવી અપેક્ષા છે. 1 ગ્રામ કેસરનો છૂટક ભાવ 500 થી 700 રૂપિયા છે. જ્યારે જથ્થાબંધ ભાવ 250 થી 300 રૂપિયાની આસપાસ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube