‘ત્રણ ભાઈ બહેનમાં હું મોટો છું’ કહી આઠ વર્ષના બાળક ચલાવી રહ્યો છે ‘ઈ-રિક્ષા’ -માતા પિતા બંને દિવ્યાંગ

હૈદરાબાદ: હૈદરાબાદમાં 8 વર્ષનો બાળક ઈ-રિક્ષા ચલાવી રહ્યો છે. જેને કારણે તે દીવ્યાંગ માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેનોને ભરણ-પોષણ કરી શકે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ તેણે સ્કૂલ ડ્રેસમાં સજ્જ નાના બાળકને હાઈવે પર ઈ-રિક્ષા ચલાવતા જોયો હતો. બાળક પોતાની ઈ-રિક્ષા પર 2 લોકોને લઈ ક્યાંક જઈ રહ્યો હતો. જયારે તેઓએ આ જોયું ત્યારે તેઓ હેરાન રહી ગયા હતા.

તે વ્યક્તિએ ઈ-રિક્ષા રોકીને તે છોકરાની પૂછપરછ કરી હતી. ત્રીજા ધોરણનો વિદ્યાર્થી ગોપાલ કૃષ્ણ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઈ-રિક્ષા ચલાવે છે. તેના માતા-પિતા બંને દિવ્યાંગ છે અને ગોપાલ કૃષ્ણ 3 ભાઈ-બહેનોમાં સૌથી મોટો પુત્ર છે. ગોપાલ કૃષ્ણએ જણાવ્યું છે કે, અભ્યાસ બાદ હું મારા માતા-પિતાને ઈ-રિક્ષામાં લઈ જાઉં છું. મોટો દીકરો હોવાથી મારી જવાદારી હોય પરિવારને મદદ કરવાની. ગોપાલ કૃષ્ણના દિવ્યાંગ માતા-પિતા ચંદ્રગિરિ નગરમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી અને કરિયાણાનો સામાન વેચે છે.

ગોપાલ કૃષ્ણના પિતાએ જણાવ્યું છે કે, હું અને મારી પત્ની શત-પ્રતિશત દૃષ્ટિહીન છીએ, અમારે ત્રણ દીકરા છે, અમારો મોટો દીકરો અભ્યાસ બાદ અમારી આર્થિક મદદ કરે છે. બંનેના ત્રણેય બાળકો શારીરિક રીતે તંદુરસ્ત છે અને દંપતી તેમને સારું જીવન આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

હાલમાં અમને પેન્શન તરીકે માત્ર 3,000 રૂપિયા મળે છે. જો સરકાર અમને ઘર અને અમારા બાળકોના અભ્યાસ માટે સહાય કરે તો અમે તેમના આભારી રહીશું. હાલમાં જ પોલીસે ગોપાલને પકડ્યો હતો અને તેને ખાતરી આપીને વાહન છોડી દીધું હતું કે, તે તેને ફરીથી ચલાવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *