સુરતના વિદ્યાર્થીએ માત્ર એક ઇંચની સૌથી નાની ગરોળીની નવી પ્રજાતિ શોધી

સુરત(ગુજરાત): ભારતમાં સરીસૃપ જીવોની પ્રજાતિમાં સુરતના વિદ્યાર્થીએ એક મહત્ત્વનું અને રસપ્રદ સંશોધનકાર્ય કર્યું છે. માત્ર એક ઇંચની અને હમણાં સુધીમાં ભારત દેશની સૌથી નાની ગરોળીની…

સુરત(ગુજરાત): ભારતમાં સરીસૃપ જીવોની પ્રજાતિમાં સુરતના વિદ્યાર્થીએ એક મહત્ત્વનું અને રસપ્રદ સંશોધનકાર્ય કર્યું છે. માત્ર એક ઇંચની અને હમણાં સુધીમાં ભારત દેશની સૌથી નાની ગરોળીની નવી પ્રજાતિ સુરતના રિસર્ચરે શોધી છે. સુરતના રિસર્ચર એવા દિકાંશ પરમારે ગોવા યુનિર્વિસટીમાં જ સંશોધનકાર્ય વખતે માત્ર અંગૂઠાના નખ જેટલા કદની ગરોળી શોધી કાઢી છે. આ ગરોળી ગોવા યુનિર્વિસટીના પરિસરમાં મળેલી હોવાથી તેને ‘ગોઅન સ્લેન્ડર ગેકો’ નામ આપવામાં આવ્યું છે.

રિસર્ચર દિકાંશ પરમાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના બાયોસાયન્સ વિભાગમાં ઝુઓલોજી બ્રાન્ચમાં અભ્યાસ પૂરો કરનારા અને પહેલેથી જ જીવસૃષ્ટીના ક્ષેત્રમાં સંશોધનનો રસ ધરાવતા હાલ તેઓ ગોવા યુનિર્વિસટીના ઝુઓલોજી વિભાગમાં પ્રોજેક્ટ એસોસિયેટ-૧ તરીકે કાર્યરત છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા દોઢ વર્ષથી તેઓ સરીસૃપ અને ઉભયજીવીના ક્ષેત્રમાં સંશોધનકાર્ય સાથે સંકળાયેલા છે. આ દરમિયાન તેમને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા ફંડ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ‘ર્હિપતોફોના ઓફ ગોવા, મહારાષ્ટ્ર એન્ડ કર્ણાટક’ પર કામગીરી દરમિયાન ગરોળીની નવી પ્રજાતિનું સંશોધન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *