ગૌ પ્રેમ હોય તો આવો… કરોડોના બંગલામાં રહે છે આ ગાય, ચાર સેવકો ચોવીસે કલાક રાખે છે સાર સંભાળ

ઘણા લોકો એવું ઇચ્છતા હોય છે કે તેમને વૈભવશાળી જીવન જીવવા મળે, તો ઘણા લોકો એવા હોય છે કે એવા વિચાર કરતા હોય છે કે આ વ્યક્તિનો નસીબ કેવું સારું છે. પરંતુ દરેકનું જીવન વૈભવશાળી હોતું નથી આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં માણસનું તો ઠીક પરંતુ એ ગાયનું નસીબ કેવું સારું હશે કે જે હાલ વૈભવશાળી જીવન જીવી રહી છે. ખરેખર તો સૌ કોઈ કહેશો કે વાહ આ ગાય તો શું નસીબવાળી છે.

વિસ્તૃતમાં જણાવીએ તો રાજસ્થાનના રાણીવાડમાં એક ગાય કે જે આજે હાલ એક કરોડના બંગલામાં રહે છે અને માણસોની જેમ જ એ પણ વૈભવશાળી જીવન જીવે છે. આ ગાયનું નામ રાધા છે અને આ રાધા દરરોજ દેશી ઘી ના બનેલા લાડવા ખાય છે. વાત જાણીને નવાઈ લાગી પરંતુ રાણીવાડના બિઝનેસમેન એવા નરેન્દ્ર પુરોહિત કે જેવો હાલ એક મોટો બિઝનેસમેન છે. તેમના ઘરે હાલ એક રાધા નામની ગાય કે તેમની સેવા પાછળ ચાર લોકો 24 કલાક સુધી આગળ પાછળ ફરે છે.

વાત જાણે એમ છે કે એક દિવસ આ નરેન્દ્ર પુરોહિત એક ગૌશાળામાં ગયા હતા ત્યારે આ ગાયને જોઈ અને તેમને એ ગાય ઘરે લઈ જવાનું મન થયું તેથી તેમણે નક્કી કર્યું કે આ ગાયને પોતાના ઘરે લઈ જવી છે. ત્યારથી આજ દિન સુધી આ ગાય તેમના એક કરોડના બંગલામાં રહે છે અને 24 કલાક તેને આગળ પાછળ રહે તેવા ચાર લોકો પણ તેમણે એ ગાય માટે રાખેલા છે. તેમનું એવું કહેવું છે કે ગાયના આવવાથી તેમના ધંધામાં પણ મોટો વધારો થઈ રહ્યો છે.

નરેન્દ્ર પુરોહિતે એક દિવસ કયો હતો કે તેમના ઘરમાં જ્યાંથી આ ગાય આવી છે ત્યારથી તેમના જીવનમાં પણ ખુશીઓ આવે છે અને તેમના ધંધામાં પણ બરકત થતી જોવા મળે છે. તેથી આજે પણ આ નરેન્દ્ર પુરોહિત અને તેમનો પરિવાર રાધા ના આશીર્વાદથી પ્રગતિ કરીને આગળ વધી રહ્યા છે અને સાથે આ ગાયની સેવા પણ કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે આ પરિવારના લોકો દરરોજ સવાર સાંજ આ રાધા ની પૂજા પણ કરે છે ખરેખર તો આ ગાય ખૂબ જ નસીબ વાળી કહેવાય કે તે આ બંગલામાં માણસો કરતા પણ ઘણું સારું એવું જીવન જીવી રહી છે.

નરેન્દ્ર પુરોહિતના ઘરના સભ્યો પણ આ રાધા પોતાનો જ એક સભ્ય હોય તેવી રીતે તેને શાળા સંભાળ રાખે છે અને એ ગાય પણ આખો દિવસ ઘરમાં અમથી તેમ ફરિયા કરે છે નવાઈની વાત તો એ કે નરેન્દ્ર પુરોહિતે આ ગાય માટે એક કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો છે અને 24 કલાક તેની સાર-સંભાળ રાખે તેવા ચાર લોકો પણ મૂક્યા છે ખરેખર આ ગાય નસીબવાળી કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *