હાલ વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઇ લીધી છે. અને હાલ થોડી-થોડી ગરમીની શરૂઆત પણ થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ માર્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 5 માર્ચે એટલે કે આવતી કાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સિવાય બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે રવી પાકને નુકસાન થવાની ભીતિ પણ છે.
આ વર્ષે ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાય થઈ ચૂકી છે. ગુજરાતમાં શિયાળાની વિદાયની જાહેરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા પાંચ દિવસમાં તાપમાનનો પોરો ઉચો જશે. જેથી લઘુત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી થઈ શકે છે. જ્યારે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને એપ્રિલ અને મે માસમાં હિટવેવની અસર જોવા મળશે. આ વચ્ચે હવામાન વિભાગ દ્રારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો માટે ખરાબ સમાચાર સાબિત થયા હતા.
ડાંગના ગિરિમથક અને હિલ્સસ્ટેસન સાપુતારાના હવામાનમાં પણ મોટો પલ્ટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ સાપુતારામાં જોવા મળી રહ્યો છે. ઠંડા પવનના કારણે વહેલી સવારથી સાપુતારા ઠંડુગાર બન્યુ. ત્યારે અહલાદક વાતાવરણના કારણે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ મહત્વનું છે કે આ શિયાળામાં જોઈએ એવી ખાસ ઠંડી નહોતી જોવા મળી. ફુલ ગુલાબી ઠંડીની અપેક્ષા રાખનારા લોકો માટે શિયાળો આ વખતે હળવો ફૂલ બની ગયો હતો. તેની સામે શિયાળામાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપરથી ચોમાસાની પણ મોડી વિદાય થઈ હતી. ત્યારે હવે 2020માં ઉનાળાનો આકરો તાપ કેવો પડે છે તે જોવાનું રહેશે. બીજી તરફ હવે પાંચમી માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં કેવો પલ્ટો રહે છે તેના પર પણ ખેડૂતો ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે જગતના તાતથી કમોસમી વરસાદ હવે વધારે સહન નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.