સુરતની આ દીકરીએ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવારને મા અમૃતમ કાર્ડમાં સમાવવા સ્વહસ્તે લખ્યો પત્ર

બાળકોના લોહી તરસ્યા રોગ તરીકે કુખ્યાત બનેલા થેલેસેમિયાના દર્દીઓ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નામની સારવાર આશાનું કિરણ બની છે. આ સારવાર ખર્ચ સાથે જ જોખમી હોવાથી…

બાળકોના લોહી તરસ્યા રોગ તરીકે કુખ્યાત બનેલા થેલેસેમિયાના દર્દીઓ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નામની સારવાર આશાનું કિરણ બની છે. આ સારવાર ખર્ચ સાથે જ જોખમી હોવાથી તેનો લાભ ખૂબ જ ઓછા દર્દીઓ ઉઠાવી રહ્યા છે. આવી પરિસ્થિતિ હોવા છતાં થેલેસેમિયા સામે લડતા દર્દીઓના વાલીઓએ હિંમત કરતા અત્યાર સુધીમાં સુરત શહેર માંથી 25 જેટલા દર્દીઓ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને નોર્મલ જીવન જીવતા થયા છે.

સુરત રહેવાસી નવ્યા શૈલેષ સવાણી જે હાલમાં 8 વર્ષના છે અને તેમને જન્મથી જ થેલેસેમિયા હતો અને થેલેસીમિયા માંથી મુક્ત થવા માટે એકમાત્ર વિકલ્પ એવો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ હતો જે ખૂબ જ ખર્ચાળ અને જોખમી હતું.
જેમાં તેમના નાના ભાઈએ બોનમેરો ડોનેટ કર્યું અને થેલેસેમિયા માંથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી સ્વસ્થ થયા.

આ 8 વર્ષની દીકરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ને સ્વહસ્તે પત્રલખ્યો અને ત્યારબાદ તેમને સ્વયં મુલાકાત કરી અને એમને એમના હાથે લખેલો પત્ર આપ્યો.થેલેસેમિયા દર્દીઓને આર્થિક સહાય આપવા માટે આભાર માન્યો તેમજ તેમણે વિનંતી કરી જે બીજા થેલેસેમિયા દર્દીઓ પણ જલ્દી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી મારી જેમ સ્વસ્થ અને સારા થાય તે માટે સરકાર પ્રયત્નશીલ રહે.

આ પત્રો વાંચ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવ્યા સવાણી ને અભિનંદન પાઠવી આશીર્વાદ આપ્યાસાથે નવ્યા એ અને તેના મમ્મી-પપ્પાએ #મિશન 100 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ# નો સંકલ્પ લીધો.જેમાં તે 100 જેટલા થેલેસેમિયા બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરશેઅને થેલેસેમિયા બાબતે લોકોને જાગૃત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *