ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મૂળ સૌરાષ્ટ્ર(Saurashtra)ની અને સુરત(Surat)માં રહેતી રત્નકલાકારની પુત્રીએ મોટી સફળતા હાંસલ કરી છે. ગોપી વઘાસિયા(Gopi Vaghasia)એ 96.28 સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગોપીએ કહ્યું કે, કોરોનાના સમયગાળા દરમિયાન હોશિયાર સ્ટુડન્ટ્સનું ગ્રુપ બનાવીને ભારે મહેનત સાથે આ સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં શિક્ષકોને વાલીઓનો ઘણો સહયોગ મળ્યો હતો. તે CA બનીને પોતાનું નામ બનાવવા માંગે છે જે ભવિષ્યમાં તેના પિતાને ગૌરવ અપાવશે.
જાણવા મળ્યું છે કે, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ-12માં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયેલ છે. પપ્પાની મહેનત જોઈને ગોપીએ પણ ધોરણ 12 માં ભારે મહેનત કરી જેના કારણે આજે સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે.
ગોપીએ જણાવ્યું હતું કે, ધોરણ 11 વખતે કોરોના સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. જેમાં એક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા સાથે જ રોજને આઠથી દસ કલાકની મહેનત કરતા હતા.
ગોપીએ આ અંગે જણાવ્યું કે, પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી જેના કારણે ધોરણ 12માં ખૂબ જ મહેનત કરી અને આગામી સમયમાં સીએ બનીને સીએની ઓફિસ ખોલી પરિવારને મદદરૂપ થવાની તથા પરિવારનું ગૌરવ વધારે નામ રોશન કરવું છે. તથા પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.
ગોપીને વઘાસીયા પરિવારનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. ગોપીનો મોટોભાઈ હાલ એલએલબી કરી રહ્યો છે. જે પણ ગોપીને મદદ કરતો હતો તથા માતા કૈલાસબેન ગોપીને રાત્રે કે જ્યારે પણ જરૂર હોય ત્યારે જાગીને સપોર્ટ કરતા હતા. આ ઉપરાંત, નાસ્તો કરાવવામાં તથા રાત્રે ચા પાણી પણ કરાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.