Samsung નો આ મોંઘોઘાટ ફોન મળી રહ્યો છે એકદમ સસ્તો, કિંમત જોઈ અત્યારે જ લેવા ઉપડશો

Samsung Galaxy S22 5G હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચાઈ રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ ઈ-કોમર્સ સાઈટ Amazon પર આપવામાં આવી રહ્યું છે. આ ભારે ડિસ્કાઉન્ટ પછી, તમે આ સેમસંગનો ફોન 50,000 કરતા પણ ઓછી કિંમતમાં ખરીદી શકશો.

સેમસંગે આ વર્ષની શરૂઆતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S22 5G લોન્ચ કર્યો હતો. આ પ્રીમિયમ ફોન 72,999 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે Samsung Galaxy S22 5G ની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.

Samsung Galaxy S22 5G પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કિંમતમાં ઘટાડા સિવાય આ ફોન સાથે 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન પણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે આ ફોન S21 FE 5G કરતા સસ્તો થઈ ગયો છે. હવે તમે સેમસંગ ગેલેક્સી S22 5G ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો.

Samsung Galaxy S22 5G હવે 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ માટે તમારે 10,000 ડિસ્કાઉન્ટ કુપન માટે અપ્લાઈ કરવું પડશે. તમે એમેઝોનની વેબસાઈટ પરથી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ કૂપન બધા માટે ઉપલબ્ધ છે. Samsung Galaxy S22 5G હાલમાં રૂ. 59,999માં લિસ્ટેડ છે. આ કુપનનો ઉપયોગ કર્યા પછી ફોનની કીમત 49,999 રૂપિયા થઇ જશે.

તમે આ સ્માર્ટફોનને ફેન્ટમ બ્લેક, ફેન્ટમ વ્હાઇટ અને ગ્રીન કલરના મોડેલમાં ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે આ મર્યાદિત સમયની ઓફર છે. જો તમે આ ફોનને ખરીદવા માંગતા હોવ તો જલદી ખરીદવું પડશે.

તમને જણાવી દઈએ કે Samsung Galaxy S22 5G કંપનીનો પ્રીમિયમ સ્માર્ટફોન છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે ફુલ-એચડી + ડિસ્પ્લે છે. આ સ્માર્ટ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen ચીપ પણ હોય છે. ફોનમાં 50 mp નો પ્રાયમરી કેમેરો પણ ફોનમાં આપેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *