સુરત(Surat): હાલ લગ્ન (marriage)ની સીઝન ચાલી રહી છે. એવામાં ઘણા લોકો અનોખા લગ્નને કારણે ચર્ચામાં હોય છે. ત્યારે હાલ આવા જ એક અનોખા લગ્નના સમાચાર મળી આવ્યા છે. જેમાં સુરતના એક પરિવારે લગ્ન દરમિયાન માનવતા મહેકાવી છે. જેમાં Surat ના હરખાણી પરિવાર (Harkhani family)ના આંગણે યોજાનાર અવસરને સેવાત્મક પ્રવૃત્તિ સાથે જોડીને આ પરિવારે સમાજને અનોખું અને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, હરખાણી પરિવારના કુળદીપક નીતિનભાઈના શુભ લગ્નના અવસરે આ પરિવારે લગ્ન પ્રસંગમાં મહેમાનો તરફથી અપાતી ચાંદલાની રકમ જરૂરીયાતમંદ માટે ઉપયોગ કરવાનો નિર્ણય કરી માનવતા મહેકાવી છે. તેઓએ આ રકમ જરૂરિયાતમંદની મદદ માટે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટને સમર્પિત કરી છે. આ સિવાય ભાવનગરના ટીંબી ખાતે આવેલી આવેલ સ્વામી નિર્દોશાનંદજી માનવ સેવા હોસ્પિટલને આ રકમ અર્પણ કરી છે. આજના દેખા-દેખીના જમાનામાં આ પરિવારે આવો અનોખો નિર્ણય કરી લોકોને પ્રેરણા પૂરી પાડી છે.
તમને જણાવી દઈએ કે, હરખાણી પરિવારને આંગણે ગત નવ ડીસેમ્બર શુક્રવારના રોજ લગ્ન યોજાયા હતા. આમ તો દરેક લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરે છે. જેમાં લોકો લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરી દેતા હોય છે, પરંતુ Surat ના આ પરિવારે લગ્નને યાદગાર બનાવવા માટે જરૂરીયાત મંદની મદદ કરવાનો અનોખો સંકલ્પ કર્યો છે.
અત્યારના મોર્ડન યુગમાં લગ્ન કરવા ખુબ જ મોંઘા થયા છે. આજે દેખા-દેખીને કારણે લોકો લગ્નમાં કેટલાય રૂપિયા ઉડાવી દેતા હોય છે. ત્યારે Surat ના હરખાણી પરિવારની વિચારધારાએ દરેકની માનસિકતા બદલી છે. ધીરે ધીરે લોકો સમજી રહ્યા છે કે, જરૂરિયાતમંદની મદદ એ સૌથી મોટો ધર્મ છે. Surat ના હરખાણી પરિવારના આ નિર્ણયથી ચારેબાજુ માનવતા મહેકી ઉઠી છે. સાથે જ આ પરિવારના ચારેબાજુ વખાણ પણ થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.