ફિલ્મ Pathaan માટે દીપિકાએ 15, જોન અબ્રાહમે 20 અને શાહરૂખે લીધા અધધ… આટલા કરોડ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થઇ ગયું. જેને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે સમાચાર આવી…

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થઇ ગયું. જેને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ Pathaan માટે શાહરૂખે આ ફિલ્મ માટે તગડી ફી લીધી છે. રિપોર્ટ અનુસાર, દીપિકાએ Pathaan માટે 15 કરોડ રૂપિયા, જોન અબ્રાહમે 20 કરોડ અને શાહરૂખ ખાને 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી. ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પાકિસ્તાનની OTT પ્લેટફોર્મ ભારતમાં પ્રતિબંધ
પાકિસ્તાન સ્થિત OTT પ્લેટફોર્મ ‘Vidly TV’ ભારતમાં પ્રતિબંધિત છે. અહેવાલ મુજબ, ભારતમાં આ પ્લેટફોર્મ પર પ્રીમિયર શો “સેવક” ના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે ‘સેવક’ શોને ભારતની સુરક્ષા અને દેશમાં જાહેર વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો છે.

TVF ની સિરીઝ ‘Pictures 2’ નું ટ્રેલર રીલીઝ
TVFની સિરીઝ ‘Pictures 2’નું ટ્રેલર આવી ગયું છે. વર્ષ 2015માં આવેલી તેની પ્રથમ સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ તેની બીજી સીઝનના ટ્રેલરમાં અભિનેતા જિતેન્દ્ર ક્યાંય જોવા મળ્યો નથી. જેના કારણે ફેન્સ પણ થોડા નાખુશ છે. નવીન કસ્તુરિયા, અરુણાભ કુમાર, અભય મહાજન, સિકંદર ખેર જેવા કલાકારો વૈભવ બુંધુ દ્વારા નિર્દેશિત ‘પિક્ચર્સ 2’માં જોવા મળશે.

વિકી કૌશલે છોડી આનંદ એલ રાયની ફિલ્મ
ફિલ્મમેકર આનંદ એલ. રાય વિકી કૌશલ સાથે લવ સ્ટોરી બનાવવાના હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે વિક્કીએ તારીખોને કારણે ફિલ્મ છોડી દીધી છે. બોક્સ ઓફિસ વર્લ્ડ વાઈડના રિપોર્ટ અનુસાર, વિકીએ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી. તેણે આ ફિલ્મ કરવા માટે સંમતિ પણ આપી હતી. પરંતુ તેની અન્ય કમીટમેન્ટના કારણે તે આ ફિલ્મને સમય આપી શકશે નહિ.

ભુવન બામની સિરીઝ ‘તાઝા ખબર’નું ટ્રેલર રિલીઝ
પ્રખ્યાત કોમેડિયન અને યુટ્યુબર ભુવન બામની સીરિઝ ‘તાઝા ખબર’નું ટ્રેલર આવી ગયું છે. જેમાં ભુવન કોમેડી સિવાય એક્શન કરતો જોવા મળે છે. આ સિરીઝમાં શ્રિયા પિલગાંવકર પણ છે. હિમકર ગૌર દ્વારા દિગ્દર્શિત, તમે આ સિરીઝને ડિઝની પ્લસ હોટસ્ટાર પર 06 જાન્યુઆરીથી જોઈ શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *