બારમાસીનાં પાન છે ઔષધીય ગુણોનો ભંડાર; જુનામાં જૂની ડાયાબિટીસને કરશે જડમૂળમાંથી દુર

Barmasi Flowers Benefits: દેશના લગભગ દરેક ખૂણામાં બારમાસી ફૂલો ખીલે છે. બારમાસી ફૂલો 12 મહિના સુધી ખીલે છે, તેથી તેને બારમાસી ફૂલ કહેવામાં આવે છે. બારમાસી ફૂલો ઔષધીય ગુણોનો ભંડાર છે. બારમાસી દરેક વસ્તુમાં ઔષધીય ગુણ હોય છે. બારમાસી ફૂલને (Barmasi Flowers Benefits) કેથેરાન્થસ રોઝસ કહેવાય છે. ડાયાબિટીસની સારવાર તેના મૂળ અને પાંદડા વડે કરવામાં આવે છે, વાત દોષને તેના ફૂલોથી દૂર કરવામાં આવે છે. આયુર્વેદમાં ડાયાબિટીસની સારવાર સદીઓથી બારમાસી છોડથી કરવામાં આવે છે. આટલું જ નહીં, બારમાસી ફૂલમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે તે સાંધાના દુખાવા સહિત બળતરાને કારણે થતા ઘણા દર્દમાં રાહત આપે છે.

આ રીતે બ્લડ સુગર ઘટાડે છે
અહીં, NCBI એટલે કે અમેરિકન નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, બારમાસી ફૂલના પાંદડાના રસથી બ્લડ સુગરને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ઉંદરો પર હાથ ધરવામાં આવેલા તેમના અભ્યાસમાં, આંધ્ર યુનિવર્સિટી અને સિડની યુનિવર્સિટીના સંશોધકોએ ડાયાબિટીક ઉંદરોને ઘણા જૂથોમાં વિભાજિત કર્યા અને પછી તેમને બારમાસી પાંદડામાંથી કાઢેલો રસ પીવડાવ્યો હતો. ત્યારપછી ઘણાં દિવસો સુધી આ ઉંદરોની પ્રવૃત્તિઓ અને સ્વાસ્થ્ય વિશે માહિતી લેવામાં આવી હતી. થોડા દિવસોના અભ્યાસ પછી બારમાસી ફૂલના પાંદડામાંથી આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા હતા.

રસ સીધો સ્વાદુપિંડને સક્રિય કરે છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બારમાસી ફૂલના પાનનો રસ ડાયાબિટીસ ધરાવતા અને ન હોય તેવા બંને ઉંદરોમાં બ્લડ સુગરને ઝડપથી ઘટાડે છે. બારમાસી ફૂલના પાંદડામાં હાજર સંયોજન સ્વાદુપિંડમાં હાજર બીટા કોષોને સીધા સક્રિય કરે છે. આ બીટા કોષો ઇન્સ્યુલિન બનાવે છે. એટલે કે જ્યારે બીટા કોષો સ્વસ્થ થઈ ગયા, ત્યારે ઈન્સ્યુલિન પણ આપોઆપ ઉત્પન્ન થવા લાગ્યું.

બારમાસીનો ઉપયોગ કેવી રીતે કરવો?
બારમાસી પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. ત્યારપછી તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખો. સવારે ઉઠતાંની સાથે જ એક ગ્લાસ પાણી અથવા શાકભાજીના જ્યૂસમાં બારમાસી પાંદડામાંથી બનાવેલો એક ચમચી પાવડર નાખીને પીવો. આખા દિવસ દરમિયાન બ્લડ સુગર વધશે નહીં. એટલું જ નહીં, તે કોલેસ્ટ્રોલને પણ વધવા દેતું નથી. જો તમને પાઉડર પસંદ ન હોય તો સવારે બારમાસી પાન ચાવવા અથવા તેના પાંદડામાંથી ચા બનાવીને પીવો. સવારે ખાલી પેટ તેને પીવાથી ઘણાં ફાયદા થશે. જોકે બારમાસીનું સેવન કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો તો સારું રહેશે.

આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેના માટે આ ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની 3 4 પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે.