Member of Parliament Sanjana Jatav: રાજસ્થાનના ભરતપુરથી મોટી જીત મેળવનાર કોંગ્રેસના સૌથી યુવા ઉમેદવાર સંજના જાટવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સંજના જાટવ તેના સમર્થકો સાથે ડાન્સ(Member of Parliament Sanjana Jatav) કરીને ઉજવણી કરી રહી છે, જેને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. તે માત્ર 25 વર્ષની છે.
જ્યારે સંજના જાટવ ડાન્સ કરી રહી છે ત્યારે તેના કેમ્પેનનું એક ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે જેના પર બધા ડાન્સ કરતા જોવા મળે છે.
હવે જો ભરતપુર લોકસભા સીટની વાત કરીએ તો અહીંથી સંજના જાટવ 51983 વોટથી જીત્યા છે. તેમણે આ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલીને હરાવ્યા છે.
જ્યારે ચૂંટણીમાં વિજેતા બનેલા સંજના જાટવને 579890 અને રામસ્વરૂપ કોલીને 527907 મત મળ્યા હતા. બસપાએ આ બેઠક પરથી મહિલા ઉમેદવાર અંજીલા જાટવને પણ મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. અંજીલા જાટવને દસ હજારથી ઓછા મત મળ્યા હતા. તેમને કુલ 9508 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
રાજસ્થાનમાં કોની પાસે કેટલી સીટો છે?
આ વખતે ભરતપુર લોકસભા બેઠક પર કુલ 6 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાં ત્રણ અપક્ષો મેદાનમાં હતા. ભરતપુરમાં NOTAને 5443 મત મળ્યા. જો રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકોના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો રાજ્યમાં સત્તારૂઢ ભાજપે 14 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળી છે. સીપીઆઈએમને એક સીટ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 1 અને ભારત આદિવાસી પાર્ટીએ 1 સીટ જીતી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App