જો તમે તમારું કામ પૂરી લગન અને મહેનત ની સાથે કરો છો તો તેમાં તમે પણ ઘણી બધી કમાણી કરી શકો છો. આજે તમને આવા જ એક વ્યક્તિનું ઉદાહરણ આપવા જઈ રહ્યા છીએ. જેમને દૂધ ના ધંધા માટે ૩૦ કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું છે.
મહારાષ્ટ્રના ભિવંડીમાં રહેતા જનાર્દન ભોઈર દૂધનો વેપાર કરે છે અને તે ખેડુત છે. સાથે સાથે તેમનો રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ કરી રહ્યા છે. તેઓએ ખેતી કરીને અને દૂધ વેચીને આ બધું બનાવ્યું છે. થોડા સમય અગાઉ જનાર્દન ભોઇરે પોતાના દૂધનો ધંધો વધારવા માટે ૩૦ કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું હતું. જોવા જઈએ તો સામાન્ય રીતે અદાણી અને અંબાણી જેવા અબજોપતિ ઉદ્યોગપતિઓ તેમની સાથે ખાનગી હેલિકોપ્ટર રાખે છે. ત્યારે આ દૂધવાળા નું હેલિકોપ્ટર ખરીદવું એક ચોંકાવનારા સમાચાર કહી શકાય.
વાસ્તવિકતામાં દૂધ કારોબારી જનાર્દન ભોઈરે પોતાના ધંધાના સંબંધમાં દેશના અને વિદેશના ઘણા રાજ્યોમાં જવું પડી રહ્યું છે. મુસાફરી કરવામાં પણ ખૂબ જ સમય વેડફાઈ જાય છે. આ સમય કેવી રીતે બચાવવો તે અંગે વિચાર કરીને તેમણે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. એટલું જ નહીં પણ પોતાની 2.5 એકર જમીનમાં હેલીપેડ પણ બનાવ્યું છે. સાથે સાથે પાયલટ રૂમ અને ટેકનિશિયન રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
દૂધ કારોબારી જનાર્દન પહેલીવાર હેલિકોપ્ટર લાવ્યો હતો. ત્યારે તેના વિસ્તારમાં રહેતા આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગામનો હર એક વ્યક્તિ જ હેલિકોપ્ટર ની અંદર બેસવા માગતો હતો. જોવા જઈએ તો દૂધ કારોબારી જનાર્દન લોકોને ફરવા માટે પણ લઈ ગયા છે. પંદર દિવસ ડેરી વ્યવસાયના કારણે જનાર્દન ગુજરાત, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં જવું પડે છે. સાથે તેઓ રિયલ એસ્ટેટના કામ માટે પણ પ્રવાસ ચાલુ રાખે છે. તેમણે એક હેલિકોપ્ટર ખરીદયું હોવાથી તેમનો ઘણો બધો સમય બચી જાય છે.
મને આશા છે કે આ દૂધના વેપારીની કહાની સાંભળીને તમને પણ પ્રેરણા મળશે. આ સમગ્ર કહાની પરથી જાણી શકાય કે પરિશ્રમ, મન અને સાચી લગનથી કામ કરો છો તમે ખૂબ પૈસા કમાઇ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.