ચીન: જયારે પહેલાના સમયમાં લોકોને ટોઇલેટમાં પેટ સાફ કરવા જવાનું થાય તો તે પહેલા ન્યુઝપેપર વાંચતા હતા પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે લોકોને મોબાઈલ ફોન જોઈયે છે. અનેક બીમારીઓ મોબાઈલના ઉપયોગથી થાય છે એવા સમાચાર તમે અવારનવાર વાંચતા જ હશો.
ચીનના બીજિંગ શહેરમાં આ ઘટના બની છે. અહિયાંથી એક એવી વિગત જોવા મળી છે જે આજે સોશિયલ મીડિયા દ્વારા બહુ વાઇરલ જઈ રહી છે. અહીંયા એક વ્યક્તિ ઘણા લાંબા સુધી બેસીને ટોઇલેટમાં મોબાઈલ પર ગેમ રમતો હતો. ગેમ રમવામાં તે એટલો વ્યસ્ત હતો કે ઘણા કલાકો વીતી ગયા બાદ પણ તેને સમયનું ભાન રહ્યું ન હતું. લાંબા સમય સુધી ટોયલેટ સીટ પર બેસીને ગેમ રમી રહેલ એ વ્યક્તિ સાથે એક એવો બનાવ બન્યો છે કે જે જાણીને તમે પણ ચોકી જશો. આ વ્યક્તિના શરીરની અંદરનો એક ભાગ અચાનક બહાર આવી ગયો હતો.
મળતી માહિતી મુજબ, તેમાં આ વ્યક્તિ લાંબા સમય સુધી ટોઇલેટ પર બેસીને ગેમ રમતો હતો. તે દરમિયાન અચાનક આ વ્યક્તિનું મોટું આંતરડું શરીરની બહાર આવી ગયું હતું. આ ઘટના બાદ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અહીંયા ડોક્ટરને બોલ આકારનો 16 સેમી જેટલું આંતરડું સર્જરી કરીને કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ દર્દીને ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવે છે. આ વ્યક્તિ વિષે ડોક્ટર જણાવે છે કે, આ વ્યક્તિ જયારે ફક્ત 4 વર્ષનો હતો ત્યારે પણ તેની સાથે આ બનાવ બન્યો હતો. પરંતુ ત્યારે એ એની જાતે જ સારું થાય ગયું હતું.
તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય બીમારી નથી પરંતુ આ બીમારી થવાના કોઈ એવા લક્ષણ પણ નથી. અને આ બીમારી થવા પર તેની સારવાર પણ ખુબ મુશ્કેલ હોય છે. આ બીમારીના કારણ ભલે અલગ અલગ હોય પણ જો તમે ફાઈબરયુક્ત ભોજન લેશો તો તમને આ સમસ્યા ક્યારે થશે નહિ. યોગ્ય કસરત કરવી અને વધારે માત્રમાં પાણી પીવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.