ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: ફુલ સ્પીડમાં ચાલતા પંખા ને પોતાની જીભ વડે રોકી દે છે આ ભારતીય યુવાન

Fan Viral Video: કહેવાય છે કે હિંમત હોય તો માણસ કંઈ પણ કરી શકે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આવું કરનાર લોકોને મંચ આપે હાલમાં જ ભારતના (Fan Viral Video) એક વ્યક્તિનું આવું ટેલેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ ટેલેન્ટની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ તમામ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. વીડિયોમાં એક વ્યક્તિ લાઈનમાં રાખેલા ટેબલ ફેન ને પોતાની જીભ દ્વારા રોકતા જોઈ શકાય છે. આ નજારો જેટલો ચોકાવનારો છે તેનાથી વધારે ડરાવનારો છે.

જ્યાં સામાન્ય રીતે લોકો પંખા ના ફૂલ સ્પીડે ઘૂમતા પાંખડાને દૂર રહેવાની સલાહ આપે છે, એવામાં આ વ્યક્તિ પોતાની જીભ દ્વારા ટેબલ ફેનના ફરતા પંખાને રોકતો જોઈ શકાય છે.

અહીંયા જુઓ વિડિયો

કોણ છે આ વ્યક્તિ?
જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ ક્રાંતિ કુમાર પનીકેરા છે, જેને લોકો ડ્રીલ મેન નામથી પણ ઓળખે છે. તેણે પોતાની આ પ્રતિભાથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેણે ફક્ત એક મિનિટમાં 57 ટેબલ ફેનની બ્લેડને પોતાની જીભ દ્વારા રોકી અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પોતાના ઈન્સ્ટા પેજ પર તેનો વિડીયો શેર કર્યો છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની થવા લાગી આલોચના
આ વિડીયો ઉપર જાતભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને અવિશ્વાસની અને અદભુત જણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેને જોખમ ભર્યું કહી આલોચના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ માણસ ગજબ છે પરંતુ આવું કરવું એ જોખમથી ભરેલું છે. તેમજ બીજા વ્યક્તિએ લખ્યું કે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં હવે વિચિત્ર ટેલેન્ટને પણ જગ્યા આપવામાં આવી રહી છે.

તેમજ કેટલાક લોકો તેને જોખમી માનતા કહે છે કે ગિનિસ બુક આવા પાગલપણને પોતાના મંચ પર જગ્યા તેમ આપી રહ્યું છે, આ જીવલેણ સાબિત થઈ શકે છે.