આપણા દેશમાં એવા કેટલાંક ધાર્મિક સ્થળ આવેલા છે જે હિંદુ ધર્મની દ્રષ્ટિએ ખુબ અગત્યતા ધરાવે છે. આ તમામ તીર્થ સ્થાનો ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક દર્શાવે છે. એમાંથી એક સ્થળ સોમનાથ મંદિરથી અંદાજે 5 કીમી દુર ગુજરાતમાં આવેલ વેરાવળ જીલ્લાનાં ભાલકા તીર્થમાં આવેલ છે.
માન્યતાઓ પ્રમાણે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. લોકોનું માનવું છે કે, ભગવાન કૃષ્ણ અહિ આવતાં તમામ ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ સ્થળ પર એક વૃક્ષ પણ આવેલું છે કે, જે અંદાજે 5,000 વર્ષ જુનું હોવાં છતાં હજુ સુધી લીલુંછમ છે. અહિ આવનાર તમામ લોકો આ વૃક્ષની પૂજા પણ કરે છે.
લોકકથા પ્રમાણે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એનાં 36 વર્ષ સુધી યાદવ કુળ આવેશમાં આવી ગયા હોવાંથી અંદરો અંદર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતાં. તેઓ કલેશથી દુ:ખી થઇને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે પાંચ કીમી દુર આવેલ વેરાવળના આ સ્થળ પર આરામ કરવા માટે આવ્યા હતાં.
શ્રી કૃષ્ણ જયારે ધ્યાનમગ્ન અવસ્થામાં હતાં ત્યારે જરા નામના ભીલને કાંઈક ચમકતું જોવા મળ્યું. તેને લાગ્યું કે, તે કોઈ મૃગની આંખ છે જેથી તેણે એ બાજુ તીર છોડી દીધું અને એ તીર સીધું કૃષ્ણના ડાબા પગમાં જઈને ઘુસી ગયું. જયારે જરા પાસે પહોંચ્યો તો ભગવાન પાસે માફી માંગવા લાગ્યો. જેને તેણે મૃગની આંખ સમજી હતી, તે ભગવાનના ડાબા પગની પાની હતી, જે ચમકી રહી હતી.
ભીલ જરાને સમજાવતા કૃષ્ણએ જણાવ્યું કે, તું કેમ ખોટો દુ:ખી થઇ રહ્યો છે, જે કાંઈ થયું તે વિધિ છે. બાણ લાગવાથી ઘાયલ ભગવાન કૃષ્ણ ભાલકાથી થોડા દુર આવેલ સ્થળ હિરણ નદીના કાંઠે પહોંચ્યા હતાં. એવું માનવામાં આવે છે કે, આ સ્થળ પર ભગવાન પંચતત્વમાં જ વિલીન થઇ ગયા હતાં.
આજે પણ છે ભગવાન કૃષ્ણના ચરણોના નિશાન:
હિરણ નદી સોમનાથથી અંદાજે 2 કીમી જેટલી દુર આવેલી છે. અહિ નદીકાંઠે હાલમાં પણ ભગવાનના ચરણોના નિશાન રહેલા છે. આ સ્થળ આજે સમગ્ર વિશ્વમાં દેહોત્સર્ગના નામથી પ્રસિદ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.