Male Teacher Pregnent: શું તમે ક્યારેય કોઈ પુરુષને ગર્ભ ધારણ કરતા સાંભળ્યો કે જોયો છે? ચોકી ગયા ને? બિહાર શિક્ષણ વિભાગે એક પુરુષ શિક્ષકને પ્રેગ્નેન્ટ બનાવી દીધો હતો. હકીકતમાં આ શિક્ષક પ્રેગ્નેન્ટ ન હતો. પરંતુ શિક્ષણ વિભાગની બેદરકારીને લીધે તેને મેટરનીટી લીવ (Male Teacher Pregnent) પર મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ બિહાર શિક્ષણ વિભાગ તેમજ ટીચરોની ખૂબ મશ્કરી થઈ રહી છે. જોકે હાલમાં અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.
આ વિચિત્ર મામલો બિહારના વૈશાલી જિલ્લાના હાજીપુરનો છે. અહીંયા મહુવા પ્રખંડ ક્ષેત્રના હાઇસ્કુલ હસનપુરમાં એક શિક્ષક ફરજ બજાવે છે, જેનું નામ જીતેન્દ્રકુમાર સિંહ છે. તેમને શિક્ષણ વિભાગ તરફથી ગર્ભવતી બનાવી રજા આપવામાં આવી છે. કાયદેસર રીતે શિક્ષણ વિભાગના પોર્ટલ ઈ શિક્ષા પર તેમને મેટરનીટી લીવ આપવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ તેમણે ઓફિસિયલ વેબસાઈટ પર પણ અપલોડ કર્યા છે.
શિક્ષણ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ અનુસાર શિક્ષક જીતેન્દ્ર પ્રેગ્નેન્ટ છે અને રજા પર છે. શિક્ષણ વિભાગ દ્વારા એક સરકારી પુરુષ શિક્ષકને મહિલાઓ માટે જાહેર કરવામાં આવતી રજાઓ અંતર્ગત રજા આપી છે. આ ઘટના બાદ અન્ય શિક્ષકોમાં આક્રોશ છે.
અર્ચના કુમારીએ કહ્યું કે હસનપુર ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્ર કુમારને 2 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી રજા આપવામાં આવી હતી. ઘટના વિશે ઉચ્ચ અધિકારીઓને ખબર મળતા તેમણે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. શિક્ષણ વિભાગે આ લાલિયા વાડી બદલ દુઃખ વ્યક્ત કર્યું છે અને આ વિભાગની ભૂલને તરત સુધારવામાં આવશે. જોકે આ ઘટનાથી શિક્ષણ વિભાગનું નાક કપાયું છે અને હવે આ લોકો ડેમેજ કંટ્રોલમાં જોડાઈ ચૂક્યા છે.
ઇન્ટરનેટ પર યુઝરો ઉડાવી રહ્યા છે મજાક
એવામાં સોશિયલ મીડિયા પર આ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ઇન્ટરનેટ યુઝર બિહાર શિક્ષણ વિભાગની ભૂલને લઈ ખૂબ મશ્કરી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે અજબ ગજબ બિહાર. બીજા યુઝરે લખ્યું કે આવું પણ હોય છે? તો અન્ય એક યુઝરે કંઈક અલગ જ લખ્યું છે દુનિયામાં બાળક પેદા કરનાર સૌથી પહેલો પુરુષ. આવી રીતે અન્ય યુઝરો પણ જાત ભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App