બિહારના સીતામઢી જિલ્લામાં કોરોનાવાયરસ ના સંદિગ્ધ ની જાણકારી આપવાને કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હકીકતમાં આ જિલ્લાના મધરોલ ગામમાં પ્રશાસનને ખબર આપવાના કારણે એક યુવકની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યારાઓ યુવક થી ફક્ત એટલા માટે ગુસ્સે હતા કે તેણે કોરોનાવાયરસ થી સંક્રમિત હોવાની સૂચના મેડિકલ હેલ્પ લાઈન નંબર ઉપર આપી હતી.
મૃતકના ભાઇ ગુડ્ડુના નિવેદન પર પોલીસે ગામના સાત વ્યક્તિઓને ગિરફ્તાર કરી લીધા છે. આ વ્યક્તિઓ આ પ્રમાણે છે ઠગા મહતો, સુધીરકુમાર, વિકાસ મહતો, મદન મહતો, દિપક કુમાર,મુન્ના મહતો.
મળતી જાણકારી અનુસાર યુવકે મહારાષ્ટ્ર થી ભરત ભરેલા બે લોકોને કોરોનાવાયરસ ના સંદિગ્ધ દર્દી હોવાની સૂચના મેડિકલ ટીમને આપી હતી. સુચના મળતા સાથે મેડિકલ ટીમ ગામમાં આવી અને બંને યુવકોને તપાસ માટે લઈ ગઈ. તપાસ બાદ કોરોનાવાયરસ ની પુષ્ટિ ન થવાથી બંને ને છોડી મુકવામાં આવ્યા.
ઘરે પહોંચતાની સાથે જ બંનેએ પોતાના પરિવારજનોને અને અન્ય લોકો સાથે મળી મેડિકલ હેલ્પ લાઇન ટીમને ખબર કરનાર યુવકને મારી મારી ગંભીર રૂપથી ઘાયલ કરી દીધો જેને બાદમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.પરંતુ તેની ગંભીર હાલત જોતા ડોક્ટર હોય તેને વધારે સારા ઈલાજ માટે મુજફ્ફરપુર હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું. મુજફ્ફરપુર પહોંચ્યા બાદ તેનું મૃત્યુ થઈ ગયું.
પોલીસે આ સંદર્ભમાં એફઆઇઆર નોંધી લીધી છે. મૃતક બબલુ કુમારના પરિવારજનોના નિવેદનના આધારે પોલીસે કેસ નોંધી લીધો છે. પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ શરીરને પરિવારજનોના હવાલે કરી દેવામાં આવ્યું હતું.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/