પાકિસ્તાનમાં આવી રીતે ઉજવાય છે નવરાત્રી, વિડીયોમાં જુઓ ભારતથી છે તદ્દન જુદી રીત

Pakistan Navaratri: પાકિસ્તાનનું નામ સાંભળતા જ આપણા મગજમાં જો કોઈ વિચાર આવતો હોય તો એ છે આતંકવાદ. આ પાકિસ્તાનમાં હિન્દુ અલ્પસંખ્ય કેવી રીતે રહે છે. એક ઈસ્લામિક દેશમાં હિન્દુ સંસ્કૃતિ કેવી રીતે જીવિત રહી છે. આજકાલ નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા (Pakistan Navaratri) પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શેરીમાં નવરાત્રીની તૈયારી થતી દેખાઈ રહી છે.

આ વિડીયો કરાચીનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં એક શેરીમાં મંદિરને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના બહારના ભાગમાં દુર્ગા માતાની એક છબી મૂકવામાં આવી છે અને ગલીને તોરણ અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે.

શેરીમાં જોવા મળી આવી રોનક
આ વિડીયો, જે 7 ઓક્ટોબર ના રોજ પાકિસ્તાનની યુઝરે instagram પર શેર કર્યો છે, જે નવરાત્રિના ચોથા દિવસનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરની આજુબાજુ શેરીઓમાં નવરાત્રીના ઉત્સવનો માહોલ છે. ઘણી દુકાનો ઉપર પૂજા સામગ્રીનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો દુર્ગા માતાના દર્શન માટે મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે.

વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયોને જોઈને લોકોએ અનેક કમેન્ટ પણ કરી છે જેમાંથી મોટાભાગના ભારતીયો છે.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Dheeraj (@iamdheerajmandhan)

લોકોએ કહ્યું આ તો ‘મીની ઇન્ડિયા’ છે
આ વીડિયો ઉપર પ્રતિક્રિયા આપતા એક ઇઝેરે લખ્યું-પાકિસ્તાનમાં વસવાટ કરતા તમામ હિન્દુ ભાઈ બહેનોને નવરાત્રીની ખુબ ખુબ શુભકામનાઓ. વીડિયોમાં મંદિર ઉપરાંત રસ્તા ઉપર પણ માતા દુર્ગાનો એક મોટો ફોટો લગાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છે.

આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરએ વિડિયો સાથે કેપ્શન માં લખ્યું છે- કરાચી, પાકિસ્તાનમાં નવરાત્રીનો ચોથો દિવસ. આ એક એવો વિસ્તાર છે જ્યાં તમને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ બધું જ એકદમ નજીકમાં વોકિંગ ડિસ્ટન્સ પર મળી રહેશે. લોકો શાંતિ અને સદભાવનામાં વિશ્વાસ કરે છે. ઘણા લોકો અને મીની ઇન્ડિયા કહે છે પરંતુ હું અને આપણું પાકિસ્તાન કહીશ. આ મારા માટે પહેલી વખતનો અનુભવ છે જ્યારે મેં નવરાત્રીનો જાદુ અને મંત્રમુગ્ધ કરનારો ઉત્સાહ અનુભવ કર્યો.

આ પોસ્ટને અત્યાર સુધી લગભગ અને 10,000 થી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે અને સેકડો લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના તહેવારોને લઈને આ પ્રકારનો ઉત્સાહ પહેલી વખત જોવા મળ્યો છે.