ગુજરાત સરકાર માટે બેરોજગારો એટલે કમાણીનું સાધન- જાણો કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા

આખાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાને લીધે લોકડાઉનની વચ્ચે સરકારી નોકરીની ભરતી પર રોક લગાવવામાં આવી છે. કેટલાંક બેરોજગાર યુવકો સરકારી ભરતીની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા…

આખાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાને લીધે લોકડાઉનની વચ્ચે સરકારી નોકરીની ભરતી પર રોક લગાવવામાં આવી છે. કેટલાંક બેરોજગાર યુવકો સરકારી ભરતીની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે. સરકારી નોકરીની ભરતીની પ્રક્રિયા શરૂ કરવા માટે ઘણાં યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિરુદ્ધ એક આંદોલનની શરૂઆત કરી છે. સરકાર 1,800-2,000 નોકરી માટે ભરતી બહાર પાડે તો પણ હજારો ઉમેદવારો ફોર્મ ભરીને પરીક્ષા આપતાં હોય છે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે પરીક્ષાની ફી ભરવી પડે છે. ઉમેદવારોએ ભરેલ ફીના લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થઇ છે. સરકારી નોકરીને લઇને એક ચોંકાવનારી સચ્ચાઈ સામે આવી છે કે, સરકારને ઉમેદવારોની પાસેથી મળેલી પરીક્ષાની ફીથી અંદાજે 100 કરોડ રૂપિયાની આવક થઇ છે.

કઈ ભરતી પ્રક્રિયામાં સરકારને કેટલા લાખ અને કરોડ રૂપિયાની આવક થઇ તેની માહિતી નીચે મુજબ છે.

સરકારને તલાટીની 1,800 જગ્યા પર ભરતીની જાહેરાત કરતા ઉમેદવારો પાસેથી કુલ 2,576 લાખ રૂપિયાની આવક થઇ.

સરકારને બિન-સચિવાયલ ક્લાર્કની 3,738 જગ્યાઓ પર ભરતી યોજવાના લીધે કુલ 1,170 લાખની આવક થઇ.

સરકારને કોન્સ્ટેબલની 9,713 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે કુલ 981.12 લાખ રૂપિયાની આવક થઇ.

વનરક્ષકની કુલ 334 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે સરકારને કુલ 700 લાખ રૂપિયાની આવક થઇ.

મુખ્ય સેવિકાની કુલ 275 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે સરકારને કુલ 224 લાખ રૂપિયાની આવક થઇ.

ડેપ્યુટી ચીટનીશની કુલ 77 જગ્યાઓ પર ભરતી યોજવાના કારણે સરકારને રૂ.336 લાખની આવક થઇ.

DYSOની કુલ 260 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે સરકારને કુલ 476 લાખ રૂપિયાની આવક થઇ.

GPSC ક્લાસ 1 અને 2ની કુલ 250 જગ્યાઓ પર ભરતી યોજવાના કારણે સરકારને કુલ 448 લાખ રૂપિયાની ની આવક થઇ.

ફાર્મસીસ્ટની કુલ 112 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે કુલ 84 લાખ રૂપિયાની આવક થઇ.

જમાદાર વર્ગ 3ની કુલ 220 જગ્યાઓ પર ભરતી યોજવાના કારણે સરકારને કુલ 364 લાખ રૂપિયાની આવક થઇ.

નર્સિંગ સ્ટાફની કુલ 995 જગ્યા પર ભરતી યોજવાને લીધે સરકારને કુલ 112 લાખ રૂપિયાની આવક થઇ.

મોટર વ્હિકલ ઈસ્પેક્ટરની કુલ 50 જગ્યાઓ પર ભરતી યોજવાના કારણે સરકારને કુલ 84 લાખની આવક થઇ.

વિસ્તરણ અધિકારીની કુલ 25 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે સરકારને કુલ 28 લાખ રૂપિયાની આવક થઇ.

TET-1ની ભરતી યોજતા જ સરકારને કુલ 367.50 લાખ રૂપિયાની આવક થઇ અને TET-2ની ભરતી યોજતા સરકારને કુલ 450 લાખ રૂપિયાની આવક થઈ.

પટ્ટાવાળા વર્ગ-4ની કુલ 230 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે કુલ 1.12 કરોડ રૂપિયાની આવક થઇ.

CTO ક્લાસ-2ની કુલ 432 જગ્યાઓ પર ભરતી યોજવાને લીધે સરકારને કુલ 224 લાખ રૂપિયાની આવક થઇ.

રિપોર્ટ મુજબ સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર કેટલાંક સરકારી નોકરીની જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાતો કરવામાં આવી હતી. આ ભરતીની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોએ ભરેલી ફીના લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થઇ છે. ભરતી માટેની યોગ્ય ઉમેદવારોને નોકરી મેળવવા માટે ફોર્મ ભરે છે, અને ફોર્મની સરેરાશ ફી 112 રૂપિયા હોય છે. મહત્ત્વની વાત તો એ છે કે, એક વ્યક્તિ સરકારી નોકરીની ઇચ્છાએ જુદી-જુદી પરીક્ષા માટે ફોર્મ ભરે છે, અને દર વખતે પરીક્ષા ફી પણ ભરે છે. આમ, હજારો ઉમેદવારો પરીક્ષા ફી ભરતા હોવાને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *